ગુજરાત
News of Sunday, 1st December 2019

વડોદરા : ફરી મહાકાય મગર દેખાતા લોકોમાં ફફડાટ :વન વિભાગનું દિલ ધડક ઓપરેશન

વન વિભાગ દ્વારા ચાર કલાકની જહેમત બાદ સલામત રીતે મગરને ઝડપી લેવાયો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રાવલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ નજીકના ખેતરમાંથી મગર મળી આવ્યો હતો 12 ફુટનો મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો આ ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી અને વનવિભાગની ટીમે ભારે જહેમત બાદ સલામત રીતે મગરને પકડ્યો હતો.

   વડોદરામાં મગરની અવર જવરની કોઈ નવાઈ નથી. વડોદરામાં મગર પાણી બહાર આવી ને રસ્તાપર કે ઘરોમાં આવી જતા હોવાની ઘટના રોજબરોજ બનતી હોય છે. વડોદરા નજીક આવેલ વાઘોડિયા તાલુકાના રાવલ ગામમાંથી 12 ફૂટનો મહાકાય મગર મળી આવ્યો હતો. ગામમાં મગર દેખાઈ દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો ઘટના ની જાણ વન વિભાગ ને થતાં ચાર કલાકની જહેમત બાદ કબ્જે કર્યો હતો.

(5:04 pm IST)