News of Saturday, 1st December 2018
વડોદરામાં કારમાંથી મુસાફરના બેગમાંથી રોકડ ચોરી લેનાર ત્રણ મિત્રની સુરતથી ધરપકડ
વડોદરા:કારમાં મુસાફરને વચ્ચે બેસાડી રોકડ કાઢી લેનાર ત્રણ મિત્રોને ક્રાઇમ બ્રાન્ચે સુરત ખાતેથી ઝડપી પાડયા છે.
અમદાવાદ સરસપુરના મો.સાકીબ અંસારીએ પોલીસને જણાવ્યું હતું કે,ગઇ તા.૨૭ મીએ વડોદરા નજીક દુમાડ ચોકડી પાસેથી એક કારમાં મુસાફર તરીકે બેઠો ત્યારે અંદર બેઠેલા ત્રણ જણાએ મને વચ્ચે બેસાડયો હતો અને મારી બેગમાંથી રૃા.૨૫ હજાર કાઢી લીધા હતા.
ક્રાઇમ બ્રાન્ચે આ અંગે કારના નંબરને આધારે તપાસ કરી હતી અને (૧) નવાજખાન મહંમદખાન પઠાણ રહે.સાહિલ નગર,સચીન, સુરત (૨) મુખ્તિયારખાન પીરખાન પઠાણ રહે.ભેસ્તાન,ડિંડોલી,સુરત અને (૩) મોહસીન ઉર્ફે મોટર મુતલીબ શેખ રહે.હૈદરનગર,ઉન પાટિયા સુરતની ધરપકડ કરી છે.
(5:03 pm IST)