News of Friday, 1st November 2019
અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરને મહિલાએ લાફો માર્યો
દાગીના પહેરેલ મહિલાની રોકીને બિલ માંગ્યુ હતુ.: મહિલા અને તેની સાથેના લોકોએ ગાળાગાળી કરી
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરને મહિલાએ લાફો માર્યો હતો.આ ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો
આ અંગે મળતી વિગત મુજબ દુબઇથી આવેલી મહિલાએ શરીર પર દાગીના પહેરેલા હોવાથી કસ્ટમ સુપ્રિટેન્ડન્ટએ મહિલાની રોકીને બિલ માંગ્યુ હતુ. જો કે મહિલા અને તેની સાથેના લોકોએ ગાળાગાળી કરી હતી.
દરમિયાન એરપોર્ટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને અલતાફ ચૌહાણ અને ફિરોજખાન પઠાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ બે મહિલાઓને આરોગ્યના કારણોસર છોડી દેવામાં આવી હતી.
(11:24 pm IST)