આણંદ નજીક હાડગુડમાં ફટાકડા ફોડવા બાબતે ઠપકો આપતા એકને ઢોરમાર મારવામાં આવ્યો:જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
આણંદ: નજીક આવેલા હાડગુડ ગામે આવેલી ઈલોરા પાર્કમાં રહેતા નિરવકુમાર જયેશભાઈ પંડ્યા ગત ૨૭મી તારીખને દિવાળીના રોજ રાત્રીના સુમારે પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના ઘરની સામે કેટલાક છોકરાઓ ફટાકડા ફોડતા હતા. જેથી તેમના પિતા જયેશભાઈ પંડ્યાએ પૌત્રી નવ જ મહિનાની હોય ઘર સામે ફટાકડા ફોડવાની ના પાડી હતી. જેથી હસમુખભાઈ ભીખાભાઈ પટેલ અને અક્ષયભાઈ હસમુખભાઈ પટેલ દ્વારા જાણી જોઈને તેમના ઘર આગળ આવીને ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધુ હતુ. જયેશભાઈએ ઘરની બહાર નીકળીને ઠપકો કરતાં જ ઉશ્કેરાયેલા બન્નેએ જયેશભાઈને ધક્કો મારતાં નીચે પડી ગયા હતા. ઝપાઝપી કરીને માર મારવાનું ચાલુ કરતાં જ નિરવકુમાર પિતાને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો જેથી હસમુખભાાઈ ઘરેથી વાંસની લાકડી લઈ આવીને જમણા હાથના કાંડા ઉપર મારી દીધી હતી. જયેશભાઈ વચ્ચે પડતાં નાક અને હોઠની વચ્ચે લાકડી મારી દીધી હતી. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.