ગુજરાત
News of Friday, 1st November 2019

વડોદરાના આર.સી.દત્ત રોડ વિસ્તારમાં દોઢ વર્ષ પછી ફરી એ જ ઘર તસ્કરોનું નિશાન બન્યું: જાણભેદુ હોવાની આશંકા: 88 હજારની મતાની ઉઠાંતરી

વડોદરા: શહેરના આર સી દત્ત રોડ વિસ્તારમાં એક બંગલામાં દોઢ વર્ષ બાદ ફરીથી ત્રાટકીને જાણભેદુ ચોરોએ વડોદરા પોલીસને પડકાર ફેંક્યો છે.

આરસી દત્ત રોડ વિસ્તારમાં બોમ્બે શોપિંગ સેન્ટર પાસે આવેલા પટવા એસ્ટેટમાં રહેતા રેણુકાબેન રાજેન્દ્રભાઇ પટેલના  બંગલામાં ગઇ તા.--૨૦૧૮ ના રોજ તાળુ તોડી પ્રવેશેલા ચોરો તમામ સામાન રફેદફે કરી ૭૦ તોલા સોનું અને રોકડ રકમ ઉઠાવી ગયા હતા.

ઉપરોક્ત બનાવમાં સયાજીગંજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હજી સુધી ચોરોનું કોઇ પગેરૃં મળ્યું નથી.જેના કારણે ફરીથી ચોરોની હિંમત વધી હતી અને ગઇરાતે તેમણે ફરીથી આજ બંગલામાં ચોરી કરી હતી.

રેણુકાબેને પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૮મી ઓક્ટોબરે હું મારા પુત્ર સાથે મારા પિયર ગઇ હતી અને મારા પતિ પગપાળા દ્વારકા ગયા છે તે દરમિયાન ચોરો અમારા બંધ મકાનમાં નકૂચો અને તાળું તોડી ઘૂસી ગયા હતા.ચોરો બેડરૃમના લાકડાના કબાટમાંથી રોકડા રૃા.૮૮ હજાર  ઉઠાવી ગયા છે.સયાજીગંજ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)