ગુજરાત
News of Saturday, 1st October 2022

રાજ્યપાલના હસ્તે અમદાવાદમાં ‘નો યોર એરફોર્સ’પ્રદર્શનનું ઉદ્ઘાટન:પહેલીવાર સુખોઈ અને જગુઆર પ્રદર્શનમાં સામેલ

આ પ્રદર્શન 02 અને 03 ઓક્ટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

અમદાવાદ :દેશના સૌથી મોટા ડિફેન્સ એક્સ-પો ગાંધીનગર ખાતે યોજાઈ રહ્યો છે તે પહેલા અમદાવાદ ખાતે ત્રણ દિવસ સુધી ‘નો યોર એરફોર્સ’નું  આયોજન કરવામાં આવ્યું છે કે જેના આધારે જનતા સુધી એરફોર્સની કામગીરીથી લઈ તેમની પાસે કેવા પ્રકારના કોમ્બેટ જેટ)ની એસેટ છે તની માહિતિ આપવા માટે જ આ એકેઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતના રાજ્યપાલે અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું; આ પ્રદર્શન 02 અને 03 ઓક્ટોબર 2022ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર દરમિયાન “નો યોર એરફોર્સ” પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.  01 ઓક્ટોબરના રોજ આ પ્રદર્શનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.

અમદાવાદ ખાતે આ એક્ઝિબિશન કમ કરિયર ડ્રાઈવમાં લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેથી કરીને વધારેમાં વધારે યુવાનો ભારતીય વાયુસેનામાં જોડાય. ખાસ કરીને યુવાનોમાં ફાયટર જેટને લઈ ખાસ ઉત્સાહ હોય છે અને તેને લઈને પ્રદર્શનના માધ્યમથી સંદશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ ભારતીય વાયુસેના પાસે આવા ફાયટર પ્લેનની તાકાત કેટલી છે તે પણ જણાવવામાં આવે છે.

અમદાવાદ એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા આ ડિફેન્સ એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારના ફાયટર પ્લેનને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે જો કે આ બધા વચ્ચે સુખોઈ અને જગુઆરને લઈ ખાસ ઉત્સાહ જોવા મળશે કેમકે આ કોમ્બેટ ફાયટર અગાઉ ખાસ ગુજરાતમાં પ્રદર્શનમાં જોવા નથી મળ્યા. આ સાથે વિવિધ ફાયટરની વાત કરીએ તો

વાયરસ SW 80ને પ્રદર્શનમાં મુકવામાં આવ્યુ કે જે ટુ સીટર પ્લેન છે અને રોટેક્સ એન્જિન ફીટેડ છે. વર્ષ 2018માં તેને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યુ હતું. ‘ગરૂડ’ ઈમરજન્સી રિકવરી પેરાશૂટ સિસ્ટમ સાથે ફીટ છે

(10:58 pm IST)