ગુજરાત
News of Saturday, 1st October 2022

રાજ્યમાં આ વર્ષે GST કલેક્શનમાં 16 ટકાનો વધારો સપ્ટેમ્બર મહિનામાં GSTનું રૂપિયા 9 હજાર 20 કરોડનું કલેક્શન થયું

અમદાવાદ :  ગુજરાતમાં આર્થિક વિકાસના સારા સંકેત દેખાઇ રહ્યાં છે. રાજ્યમાં ગત વર્ષ કરતા આ વર્ષે GST કલેક્શનમાં 16 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં GSTનું રૂપિયા 9 હજાર 20 કરોડનું કલેક્શન થયું છે, જે ગત વર્ષે રૂપિયા 7 હજાર 780 કરોડ હતું. દેશભરમાં સપ્ટેમ્બરમાં રૂપિયા 1.47 લાખ કરોડનું GST કલેક્શન થયું છે.

  સતત સાતમી વખત દેશનું GST રેવન્યુ કલેક્શન 1.4 લાખ કરોડને વટાવી ગયું છે. સપ્ટેમ્બર મહિનામાં સરકારે 1,47,686 કરોડ રૂપિયાની GST આવક એકત્ર કરી છે. સપ્ટેમ્બર મહિનામાં રૂ. 1.1 કરોડનું ઈ-વે બિલ અને ઈ-ઈનવોઈસ જનરેટ કરવાની સિદ્ધિ પણ હાંસલ કરવામાં આવી છે. તેમાંથી રૂ. 72.94 લાખ ઈ-ઈનવોઈસ અને 37.74 લાખ ઈ-વે બિલ જારી કરવામાં આવ્યા હતા. આ 30 સપ્ટેમ્બર 2022 ના રોજ NIC દ્વારા સંચાલિત GST પોર્ટલ પોર્ટલ પર કોઈપણ ભૂલ વિના જનરેટ કરવામાં આવ્યા હતા

(9:33 pm IST)