નડિયાદ-કપડવંજમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: જુગારીઓમાં નાસાભાગ: ચારની ધરપકડ
નડિયાદ: શહેર માં રેલવેસ્ટેશન પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં નડિયાદ પશ્ચિમ પોલીસેે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં કેટલાક ઈસમો પોલીસને ચકમો આપી ભાગી છુટવામાં સફળ બન્યાં હતાં. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં કાળુજી કુંવરજી ઠાકોર, રાજેશભાઈ નગીનદાસ શાહ અને વિનોદભાઈ હરીભાઈ દરજીને ઝડપી પાડ્યાં હતાં. પકડાયેલા શખ્સો પાસેથી કુલ રૂ.૨૮૧૦ની રોકડ રકમ મળી આવતાં તે જપ્ત કરવામાં આવી હતી.
જ્યારે કપડવંજ ટાઉન પોલીસની ટીમે કડીયાવડ મસ્જીદ આગળ દરોડો પાડતાં એક પાનના ગલ્લાની ઓથે વરલી મટકાનો જુગાર રમાડી રહેલો યુસુફભાઈ ઉર્ફે મુન્નો અબ્દુલમજીદભાઈ મન્સુરી (રહે.ઘાંચીવાડા, મોઈનપાર્ક સોસાયટી,કપડવંજ)ને ૨૨૦ની રોકડ સાથે ઝડપાઈ જવા પામ્યો હતો. જો કે આંકડા લખાવવા આવનારા શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.