ગુજરાત
News of Monday, 1st October 2018

સેમસંગ સૌપ્રથમ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન ગેલેકસી A7 ભારતમાં લોંચ કરશે

અમદાવાદઃ ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ સેમસંગે આકર્ષક ડિઝાઈન, પાવરફૂલ રિઅર ટ્રિપલ કેમેરા, આકર્ષક નવા કલર અને શ્રેષ્ઠ પર્ફોમન્સ ધરાવતા ગેલેકસી એ૭ ભારતમાં લોંચ કરશે. નવા ટ્રિપલી કેમેરા સેટઅપમાં વધારાનો ૮ એમપી ૧૨૦ અલ્ટ્રા- વાઈડ લેન્સ છે. જે મનુષ્યની આંખે જેટલો વ્યૂઈં એંગલ ધરાવે છે. આ યુઝર્સને અનિયંત્રિત વાઈડ- એંગલ ફોટો લેવાની સુવિધા આપે છે. જેને કોઈપણ વ્યકિત જોઈ શકે છે. ૨૪ એમપી પ્રાઈમરી અને સેલ્ફી કેમેરામાં નવી ટેક્નોલોજી પિકસેલ બિનિંગ પણ છે. જે ડિવાઈઝને ઈન્ટેલિજન્ટ રીતે લો લાઈટ કન્ડિશન ડિટેકટ કરવાની તથા ડાર્કનેસમાં ક્રિસ્પ અને કલીઅર શોટ લેવા માટે એક 'સુપર પિકસેલ'માં ચાર પિકસેલનો સમન્વય કરે છે.

ફિલ્ડની ડેપ્થનાં નિયંત્રણની સુવિધા સાથે ૫એમપી ડેથ્થ લેન્સ પાવર્સ લાઈવ ફોકસ ફિચર સાથે ૨૪ એમપી પ્રાઈમરી કેમેરા યુઝરને ફોટો કિલક કરવા દરમિયાન અને પછી અસરને એડજસ્ટ કરવાની સુવિધા આપે છે. ગેલેકસી એ૭ કેમેરા સીન ઓપ્ટિમાઈઝર ધરાવે છે, જે ઓટોમેટિક રીતે ફૂડ, ફલાવર કે સનસેટ વગેરે ૧૯ જુદી- જુદી સ્થિતિમાંથી કોઈપણ સ્થિતિને ઓટોમેટિક ડિટેકટ કરે છે. ૬.૦ ઈંચ એફએચડીટી સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે ગેલેકસી એ૭ સેમસંગની સિગ્નેચર ઈન્ફિનિટી ડિસ્પ્લે યુઝર્સને વિના વિક્ષેપે, સંપૂર્ણ વ્યુઈંગનો અનુભવ આપે છે. ગેલેકસી એ૭ ૨.૫ ડી ગ્લાસ બેક ડિઝાઈન, ૭.૫ એમએમ સ્લિમ બોડી અને સ્લાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે સંપૂર્ણ સિસ્ટમ છે. જેમાં સેન્સર કલટર ફ્રી ડિઝાઈન માટે પાવર બટન સાથે જોડાય છે.

(4:13 pm IST)