વાવોલ ગામની વસાહતમાં 28 વર્ષીય યુવકે ફાસો ખાઈ લેતા ચકચાર
ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં આપઘાતના બનાવો વધી રહયા છે ત્યારે આજે બપોરના સમયે વાવોલ ગામની વસાહતમાં યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે સે-૭ પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે વાવોલ ગામમાં આવેલી સિધ્ધાર્થ એસ્ટેટ વસાહતમાં રહેતાં ર૮ વર્ષીય યુવાન પ્રજ્ઞોશ ગાંડાજી ગોલે આજે બપોરે કોઈપણ સમયે તેના ઘરે પંખા સાથે લટકી જઈ ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના અંગે સે-૭ પોલીસને જાણ કરવામાં આવતાં જમાદાર કાનાભાઈ સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને અકસ્માત મોતનો ગુનો નોંધી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જો કે કયા કારણોસર આ યુવાને અંતિમ પગલું ભર્યું તે જાણવા તપાસ હાથ ધરી છે.