ગુજરાત
News of Monday, 1st October 2018

શ્રી મુકતજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર વર્લ્ડપીસ સેન્ટર, ઘોડાસરા ખાતે જાપાનનું પ્રતિનિધીમંડળ મુલાકાતે

અમદાવાદ :  જાપાનના ઓશાકા સ્થિત પી.એચ.પી. ઇન્સ્ટીટયુટ પીસ એન્ડ હેપીનેશ થ્રુ પ્રોસપરીટીના એકઝયુટીવ ડાયરેકટર મિ. Teijiro Sato અને ઇન્ટરનેશનલ પબ્લીક રીલેશન ઓફિસસર મિ. Ryoji Shimada શ્રી મુકતજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર- વર્લ્ડ પીસ સેન્ટર, ઘોડાસર, મણિનગર ખાતે ખાસ પધાર્યા હતા. જેઓ વૈશ્વિક કક્ષાએ માનવજીવનના મુલ્યો, આધ્યાત્મિકતા, ભૌતિક સુખવાદ તથા દર્શના શાસ્ત્ર પર સંશોધન કરે છે. તેઓશ્રીએ દર્શનાશાસ્ત્ર પર સંસોધન કરે છે. તેઓશ્રીએ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય શ્રી મુકતજીવન સ્વામીબાપાના સમાધિસ્થ મૂર્તિ સમક્ષ રહેલી શાંતિના જયોતના ઓવરણા લઇ અનહર શાંતિ અનુભવી હતી.

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયાદાસજી સ્વામીજી મહારાજ થતી સદ્ગુરૂશ્રી ભગવપ્રિયદાસજી સ્વામી, મહંત અને સદ્ગુરૂ શ્રી મુનિભુષણદાસજી સ્વામી, ડેપ્યુટી મહંતશ્રી એ જાપાનથથી પધારેલા મહેમાનોનું પુષ્પહાર, શાલ, મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરાયું હતું.

શ્રી સ્વામિનારાણ ગાદી સંસ્થાન દ્વારા ચાલતી પર્યાવરણ રક્ષણ, વિશ્વશાંતિ, આધ્યાત્મિક સામાજીક, શૈક્ષણિક અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓથી વાકેફ થઇને સંસ્થાન દ્વારા થતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ મુલાકાતમાં શાંતિ સ્થાપના, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વિશેના વિચારોનું આદાન-પ્રદાન, સત્સંગ ગોષ્ઠિ વિગેરે યોજાયો હતું.

આ પ્રસંગે ડો. મુકુંદભાઇ પટેલ, ચીરૂ ઓફિસર, જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર તથા ઓનનરી એડવાઇઝર વિગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

(1:30 pm IST)