ગુજરાત
News of Monday, 1st October 2018

ભારતનો યુવાન શરીરથી સ્વસ્થ હોય, મનથી નિર્મળ હોય અને અઘ્યાત્મથી ભરેલો હોવો જોઇએ. : શા.માધવપ્રિયદાસજી સ્વામી

ગમે તેવો સોફ્ટવેરનો નિષ્ણાંત હોય પણ જો તેનામાં સંસ્કાર ન હોયતો વિનાશને નોતરે છે: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી: ચારે બાજુ લીલોતરીથી ઘેરાયેલું આ એસજીવીપી રીબડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખંડેરી ક્રિકેટ ગ્રાઉન્ડ પછીનું બીજા નંબરનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે: મોહનસીંહ જાડેજા રણજી ટ્રોફિ કોચ SGVP ગુરુકુલ રીબડા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડનું ગ્રાન્ડ ઓપનીંગ અને ગુરુકુલ ક્રિકેટ ટ્રોફિની શરુઆત

રાજકોટ તા. 1  શ્રી સ્વામિનારાયણ ગુુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી અમદાવાદની નૂતન શાખા SGVP ગુરુકુલ રીબડા ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે નૂતન ટર્ફ ગ્રીનરી ક્રિકેટ ગ્રાઉન્ડનું ગ્રાન્ડ ઓપનીંગ, ક્રિકેટ બોલીંગ મશીન તેમજ ગુરુુકુલ ક્રિકેટ ટ્રોફિનું ઓપનીંગ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ક્રિકેટ કોચ મોહનસીંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

    આ ગુરુુકુલ ક્રિકેટ ટ્રોફિમાં રાજકોટ, અમદાવાદ, મોરબી, ભાવનગર, વડોદરા, જામનગર, જૂનાગઢ, ગોંડળ વગેરે શહેરોમાં અન્ડર ૧૫ અને અન્ડર ૧૭ કેટેગરીના વિદ્યાર્થીઓ ભાગ લઇ લઇ રહ્યા છે. વિજેતા ટીમને ટ્રોફિ, મેડલ અને વ્યકિતગત પુરસ્કરાર આપવામાં આવશે.

    અમેરિકા યા્ત્રા પ્રવાસે વિચરણ કરી રહેલ માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ ભારતનો યુવાન શરીરથી સ્વસ્થ હોય, મનથી નિર્મળ હોય તેની બુદ્ધિ તીક્ષ્ણ હોવી જોઇએ યુવાનો માટે આ એજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડને અમે ભગવાનનું મંદિર માનીએ છીએ અને બેટ અને બોલને ભગવાનની પૂજાની સામગ્રી માનીએ છીએ. આવોજીતને ખેલદીલીથી સ્વીકારીએ સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ, હારથી નિરાશ ન થવું ને જીતથી ગર્વ ન કરીએ. ચાલો ભારતનું ગૌરવ વધારીએ. આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે તેને અમારા હ્રદયથી અભિનંદન.

પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે, અહીં બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. ગમે તેવો સોફ્ટવેરનો નિષ્ણાંત હોય પણ જો તેનામાં સંસ્કાર ન હોય તો વિનાશને નોતરે છે.

 મોહનસીંહ જાડેજા રણજી ટ્રોફિ કોચે જણાવેલ કે ચારે બાજુ લીલોતરીથી ઘેરાયેલું આ એસજીવીપી રીબડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખંડેરી ક્રિકેટ ગ્રાઉન્ડ પછીનું બીજા નંબરનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે.

    આ પ્રસંગે રાજકોટ મંદિરના કોઠારી રાધારમણદાસજી સ્વામી, સંયુક્ત કોઠારી વિવિકસાગર સ્વામી, કાંતિભગત, પરસોત્તમભાઇ બોડા, લક્ષ્મણભાઇ આદ્રોજા, સત્યજીત અનિરુદ્ધસિંહ જાડેજા, પિન્ટુ ગોંસાઇ  ક્રિકેટ કોચ, કલ્પેશ રાઠોડ, રઘુવીરસિંહ જાડેજા વગેરે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    ક્રિકેટ ગ્રાઉન્ડ ઓપનીંગ કાર્યક્રમ બાદ પૂ બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં  ૮૦૦ ઉપરાંત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સભા વિસર્જન બાદ તમામ મહેમાનોને પ્રસાદની વ્યવસ્થા સ્વામી હરિનંદનદાસજી અને વિશ્વસ્વરુપદાસજી સ્વામીએ સંભાળી હતી. સભાનું સંચાલન મેેમનગર ગુરુકુલ વિદ્યાલયના આચાર્ય શ્રી સૂર્યકાંતભાઇ પટેલે સંભાળ્યું હતું.

 

(1:28 pm IST)