ગુજરાત
News of Monday, 1st October 2018

મ્‍યુઝિયમ તો દૂર અમદાવાદની ગુજરી બજારમાંથી મળી આવ્‍યા ‘બાપુ'ના ઓરિજનલ સ્‍ક્રેચ

બાપુનું દુઃખ વ્‍યકત કરતું એક સ્‍ક્રેચ જ્‍યારે પસ્‍તીમાંથી મળી આવ્‍યું ત્‍યારે સમગ્ર પ્રસંગ જીવંત થયો

અમદાવાદ તા. ૧ : ગાંધીજીની ૧૫૦મી જન્‍મજયંતીની ઉજવણીની દમદાર તૈયારીઓ થઇ રહી છે ત્‍યારે અમદાવાદ સાથેના સાંભરણામાં બાપુ સાથેનો વધુ એક દુઃખદ પ્રસંગ તાજા થયો છે. તા.૩૧ જુલાઇ ૧૯૩૩ના રોજ જયારે બાપુએ કહ્યું હતું કે, સાબરમતીના કિનારે આવેલો સાબરમતી આશ્રમ તોડી પાડજો. ત્‍યારે કેટલા દુઃખના ભાવ બાપુના ચહેરા પર ઊતરી આવ્‍યા હશે. આ જ ક્ષણને એક દલિત કલાકાર છગનલાલ જાદવે પોતાના ચિત્રમાં ઝીલી લીધો છે. બાપુનું દુઃખ વ્‍યક્‍ત કરતું એક સ્‍કેચ જયારે પસ્‍તીની ઘૂળમાંથી મળી આવ્‍યું ત્‍યારે સમગ્ર પ્રસંગ જીવંત થયો.

જાદવ કોચરબ આશ્રમમાં યોજાતી બાપુની રાત્રી શાળામાં નિયમિત પણે હાજરી આપતા હતા. આશરે ૮૫ વર્ષ પહેલા બાપુનું દુઃખ વ્‍યક્‍ત કરતો એક સ્‍કેચ તેમણે તૈયાર કર્યો હતો. શહેરના જાણીતા ઈતિહાસકાર રિઝવાન કાદરીને આ સ્‍કેચ શહેરની ગુજરી બજાર પસ્‍તી માર્કેટમાંથી મળી આવ્‍યો હતો. કાદરીએ જાદવના સમગ્ર બંચની તપાસ કરી અને તેમના આર્ટવર્કના પુરાવાઓ મળી આવ્‍યા. જેમાં બાપુએ અમદાવાદથી દાંડી સુધી ૨૪૨ માઇલ સુધી કરેલી દાંડીયાત્રાનો પણ ઉલ્લેખ છે, સંબંધીત પુરાવાઓ પણ છે.

બાપુના જન્‍મદિવસને એક દિવસ પહેલા એટલે કે ૧ ઓક્‍ટોબરે આ સ્‍કેચ કાદરી કોચરબ આશ્રમમાં મૂકશે. બાપુ માટે આશ્રમનો ત્‍યાગ કરવો એ સરળ વાત ન હતી. માત્ર બાપુ જ નહીં સમગ્ર આશ્રમવાસીઓ માટે આ એક દુઃખદ વાત હતી. બાપુએ જણાવ્‍યું હતું કે, તેઓ આશ્રમની સંપત્તિ, ઇમારત અને જમીનથી છૂટકારો મેળવવા માગે છે. જે વસ્‍તુ સરકાર પર આધારિત છે. કાદરીએ જણાવ્‍યું હતું કે, જયારે સ્‍કેચ જોયો ત્‍યારે બાપુના સમયની યાદ આવી ગઇ. જાદના સ્‍કેચ પર બાપુના હસ્‍તાક્ષર પણ હતા.

પછી મે નક્કી કર્યુ છે કે, આ સ્‍કેચબુકને ફરીથી વ્‍યવસ્‍થિત કરીને બાઇડિંગ કરાવવામાં આવશે. જાદવ અમદાવાદની એક મિલમાં કામ કરતા હતા. બાપુએ તેને વિદ્યાપીઠના એક પટ્ટાવાળા તરીકે નિમણૂંક આપી હતી. બાપુએ તેની કલાને ઓળખીને તેમની મુલાકાત કલાગુરુ તરીકે ઓળખાતા રવિશંકર રાવળ સાથે કરાવી હતી.

(12:13 pm IST)