ગુજરાત
News of Saturday, 1st September 2018

અમદાવાદ:ઓઢવ આવાસમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે AMCએ વધુ ચાર બિલ્ડિંગો તોડી પડાયા

અમદાવાદ :ઓઢવ વિસ્તારમાં આવેલા ગરીબ આવાસ યોજનામાં ગત રવિવારે બે ફ્લેટ પડી જતા 15થી વધુ લોકો ફસાયા હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે . શુક્રવારે કોર્પોરેશન દ્વારા વધુ 4 બ્લોક તોડવાની કામગીરી કરી હતી. જેની સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોની માંગણી છે કે તેમના મકાનો તોડવામાં આવી રહ્યા છે તેની સામે તેમને અન્ય જગ્યાએ મકાન આપવામાં આવે.

(12:51 pm IST)