ગુજરાત
News of Saturday, 1st September 2018

સુરતના કાપોદ્રાથી મહિલાઓની કાવડયાત્રા :પુણાગામમાં મહાદેવ મંદિરે 1500 જેટલા મહિલાઓએ શિવજીને કર્યો અભિષેક

વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક ઘણી જગ્યા પર સ્વાગત કરાયું

 

સુરતઃ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરત ના કાપોદ્રાથી મહિલાઓની કાવડ યાત્રાનું આયોજન થયેલ હતું આ યાત્રામાં 1500 જેટલી મહિલાઓ જોડાઇ હતી. આ કાવડયાત્રા કાપોદ્રાનાં મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઇ પુણાગામ ખાતે આવેલ શિવ ભક્તિ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઇ હતી.પુણાગામમાં મહિલાઓ પાણી ભરીને શિવજીનો અભિષેક પણ કર્યો હતો .

આ યાત્રામાં એક સરખા ડ્રેસ પહેરીને મહિલાઓ કાવડ યાત્રામાં જોડાઈ હતી. આ ઉપરાંત વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક ઘણી જગ્યા પર સ્વાગત માટેનાં પોઈન્ટો પણ ગોઠવવામાં આવ્યાં છે. જ્યાં લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ યાત્રામાં જોડાનાર સ્વયં સેવક ભાઈ બહેનોને ટી-શર્ટ પણ આપવામાં આવી હતી.

(11:30 pm IST)