ગુજરાત
News of Sunday, 1st August 2021

મોઘાં શિક્ષણ, ઊંચી ફી અને પ્રજાના પૈસે ઉત્સવો અને તાયફાઓ : રૂપાણી સરકારે શિક્ષણક્ષેત્રને અધોગતિ તરફ ધકેલ્યું: પરેશ ધાનાણી

શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરો, શિક્ષણના નામે જે લુંટ થઈ રહી છે તે બંધ કરવા કોંગ્રેસની માંગ: અમદાવાદ, આણંદ, વડોદરા, રાજકોટ સહિત વિવિધ સ્થળોએ કોંગ્રેસે કાર્યક્રમો કર્યા

ગાંધીનગર: ‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત આજરોજ સમગ્ર ગુજરાતમાં “શિક્ષણ બચાવો અભિયાન”માં ભાજપ સરકારના મોઘાં શિક્ષણ, ઊંચી ફી અને પ્રજાના પૈસે ઉત્સવો અને તાયફાઓની સામે શિક્ષણના અધિકારની માંગ સાથે અમદાવાદ ખાતે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણને પગલે શિક્ષણના નામે લુંટ ચાલી રહી છે ભાજપ સરકાર શરમ કરવાને બદલે પ્રજાના ટેક્ષના પૈસાથી ઉત્સવો-તાયફાઓની ઉજવણી કરી રહી છે. લોકોને રાહત મળે તે માટે કોંગ્રેસપક્ષ પ્રજાની લાગણી છે વાચા આપવા માટે શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરો, શિક્ષણના નામે જે લુંટ થઈ રહી છે તે બંધ કરો માંગ કરે છે.

તેમણે વધુમાં પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચો, ગુજરાતની તમામ પ્રાથમિક – માધ્યમિક – કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલીક ભરવામાં આવે, ગુજરાતમાં બે વર્ષમાં માત્ર 20 સરકારી પ્રાથમિક શાળાઓને મજુરી આપવામાં આવી છે. રાજ્યની 3353 સ્કુલોમાં 10,698 વધુ ઓરડાઓની જર્જરિત હાલત છે, 31 ટકા સરકારી સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, ગુજરાતની ગ્રાન્ટેડ પીટીસી કોલેજોમાં આચાર્ય-સ્ટાફની 40 ટકા ખાલી જગ્યાઓમાં ભરતી થઇ નથી. રાજ્યમાં સરકારી પ્રાથમિક સ્કુલોમાં 18 હજાર કરતા વધુ ઓરડાઓની ઘટ છે ત્યારે શિક્ષણનું સ્તર સુધારવા જાહેરાતોમા નહિ જાહેરહિતને કેન્દ્રમાં રાખે. ભાજપ સરકારની શિક્ષણવિરોધી નીતિઓને કારણે વાલીઓ મોઘી ફી ભરવા આર્થિક તકલીફ અનુભવી રહ્યાં છે ભાજપ સરકાર ફીની ઉઘાડી લુંટ અને શાળા- કોલેજોનું ખાનગીકરણ-વ્યાપારીકરણનો કોંગ્રસ પક્ષ વિરોધ કરે છે.

“શિક્ષણ બચાવો અભિયાન”ને રાજકોટ ખાતે સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના વિતેલા 25 વર્ષના શાસનમાં ખાસ કરીને રીમોર્ટ કન્ટ્રોલથી ચાલતી રૂપાણીજીની સરકારે ગુજરાતના શિક્ષણક્ષેત્રને અધોગતિ તરફ ધકેલ્યું છે. દેશમાં શિક્ષણશ્રેત્રે ગુજરાતનો ક્રમાંક પ્રતિદિન પાછળ ધકેલાઈ આજે 29મા ક્રમે પહોચ્યો છે. વર્ષ 2011થી આજદિન સુધી રાજ્યમાં 8500 કરતા વધુ પ્રાથમિક શાળાઓને બંધ થઇ છે. ખાનગીકરણ-વ્યાપારીકરણથી વાલી-વિધાર્થીઓ પર “મોંઘી ફી” નો માર પડ્યો છે રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોની ગુણવત્તા ચકાસવા માટે અને શિક્ષકોનું સ્તર જાણવા માટે 30,681 જેટલી પ્રાથમિક શાળાના ગુણોત્સવના આંચકાજનક પરિણામો સામે આવ્યા.

શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચાની જાહેરાતો પછી પણ રાજ્યમાં A+ ગ્રેડની શાળાઓની સંખ્યા પણ પછી ઘટી છે. માત્ર 14 જેટલી શાળાઓ A+ ગ્રેડ પ્રાપ્ત કરી શકી. સરેરાશ 57.84 ટકા જેટલુ સરકારી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું સ્તર એ પાછળ ધકેલાઈ જે શિક્ષકની અધોગતિની નિશાની છે વર્ષ – 2018 સુધી એક જ પદ્ધતિથી ગુણોત્સવ યોજાતો હતો. ગુણોત્સવમાં દર વર્ષે સરકાર દ્વારા મસમોટા તાયફાઓ પણ કરવામાં આવે છે. ગત વર્ષે તો A+ ગ્રેડની શાળાઓની સંખ્યા સીધી 3,207 એ પહોંચી જતાં શિક્ષણ વિભાગ અને સરકારે પોતાની પ્રશંસા કરાવવામાં કોઈ કસર છોડી નહોતી. પ્રથમ ગુણોત્સવમાં A+ ગ્રેડમાં માત્ર 5 શાળાઓ હતી જ્યારે A ગ્રેડમાં 262 શાળાઓ હતી. B ગ્રેડમાં 3,823 તેમજ C ગ્રેડમાં 12,887 શાળાઓ અને D ગ્રેડમાં 14,582 હતી. આમ રાજ્યની કુલ 31,562 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી A+ , A અને B ગ્રેડની મળીને માત્ર 4,093 શાળાઓ હતી જ્યારે C અને D ગ્રેડમાં જ 27,469 શાળાઓનો સમાવેશ થયો હતો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આણંદ ખાતે “શિક્ષણ બચાવો અભિયાન”કાર્યકમમાં જણાવ્યું હતું કે શિક્ષણના ખાનગીકરણ-વ્યાપારીકરણને પગલે “મોઘું શિક્ષણ- ઊંચી ફી” નો ભોગ ગુજરાતના નાગરીકો બની રહ્યા છે. રાજ્યમાં સરકારી – ગ્રાન્ટેડ શાળાઓનું માળખું તોડી નાંખીને ઉંચી ફી મનફાવે તેમ ઊઘરાવવ ખાનગી શાળાઓને ભાજપ સરકાર પ્રોત્સાહન આપી રહી છે “બેટી પઢાઓ બેટી બચાવો”ની મોટી મોટી વાતો થઈ પરતું ગુજરાતમાં 10માંથી 6 દિકરીઓ 10માં ધોરણ સુધી પહોંચતાં અધવચ્ચેથી જ શિક્ષણ છોડી રહી છે.

પોરબંદર ખાતે “શિક્ષણ બચાવો અભિયાન”કાર્યકમમાં સંબોધતા પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારીમાં તમામ ધંધા-રોજગાર ઠપ્પ થઇ ચૂકયા છે ત્યારે સામાન્ય-મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના ભવિષ્ય માટે ચિંતામાં છે વધુમાં ગ્રામ્ય વિસ્તારની 6000 શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના અવિચારી નિર્ણયથી ગુજરાતની કન્યા શિક્ષણનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી જશે. રાજ્યમાં સરકારી પ્રાથમિક સ્કુલોમાં 18 હજાર કરતા વધુ ઓરડાઓની ઘટ છે સરકારી-ગ્રાન્ટેડ શાળા કોલેજમાં છેલ્લા ઘણા સમયથી આધ્યાપક-સ્ટાફની ખાલી જગ્યાઓમાં ભરાતી નથી. 8 હજાર કરતા વધુ ઓરડાઓની ઘટ છે સરકારી-ગ્રાન્ટેડ શાળા કોલેજમાં છેલ્લા ઘણા સમયથી આધ્યાપક-સ્ટાફની ખાલી જગ્યાઓમાં ભરતી કરવામાં નથી આવી. ગુણોત્સવ 2.0ના પરિણામથી શિક્ષણની વાહવાહીનો પરપોટો ફૂટી ગયો છે. ગુણોત્સવ 2.0ના પરિણામમાં અત્યાર સુધીના તમામ 8 ગુણોત્સવ ભાજપ સરકાર નાપાસ જાહેર થયા હોય તેવો ઘાટ જોવા મળ્યો છે.

વડોદરા ખાતે “શિક્ષણ બચાવો અભિયાન”કાર્યકમમાં સંબોધતા પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલે ભાજપ સરકારની શિક્ષણની નિષ્ફળનીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં મોંઘવારી – બેરોજગારી અને ભ્રષ્ટાચારે માઝા મુકી છે અને પ્રજા પીડાઈ રહી છે. એક સામાન્ય કુટુંબ માટે બે સાંધા ભેગા કરવાનું અત્યંત મુશ્કેલ બન્યું છે શિક્ષણ ક્ષેત્રે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ છે તો આ સરકાર શેની ઉજણવી કરે છે ? તે ગુજરાત સમજી શકતુ નથી. આ ઉજવણીનો સમય નથી. ભાજપ સરકારની શિક્ષણનીતિ અને તેની કાર્યપધ્ધતિ સંપૂર્ણ પણે દિશાવિહીન છે.

(7:37 pm IST)