સાગબારા પોલીસે ઇનોવા ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી 5.85 લાખના દારૂ સહિતના મુદામાલ સાથે એકને ઝડપી પાડ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા પોલીસે દારૂની હેરફેર બાબતે બાઝ નજર રાખી હોય એક બાદ એક દારૂ બાબતે ના કેસો કરી સરાહનીય કામગીરી કરનાર કે.એલ.ગળચર, પો.સ.ઇ. સાગબારા પો.સ્ટે. તથા પોલીસ માણસોએ અમીયાર ગામ પાસે હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગની કામગીરી કરતા હતા દરમ્યાન એક ઇનોવા ગાડી શંકાસ્પદ હાલતમાં આવી રહેલ હોવાની બાતમી આધારે નાકાબંધી કરતા બાતમીવાળી ઇનોવા ગાડી આવતા ગાડી રોકવા માટે પ્રયત્ન કરતા ચાલકે તેની ગાડી ઉભી નહી રાખી અને પુરઝડપે ડેડીયાપાડા તરફ હંકારી જતા તેનો પીછો કરતા તેણે પોતાની ગાડી રાલદા ગામ તરફ જવાના રોડની બાજુમા નાસી જતા આ ઇનોવા ગાડી નંબર MH.46.W.9381 માં વિદેશી દારૂની નાનીમોટી બોટલો નંગ -૭૫૭ કુલ કિ.રૂ .૮૫,૩૫૦-નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા પ્રોહી મુદ્દામાલ તથા ઈનોવા ગાડી -૦૧ આશરે કિ.રૂા.૫,૦૦, ૦૦૦ મળી કુલ કિ.રૂા .૫,૮૫, ૩૫૦-નો મુદ્દામાલ કબજે કરી તેના ચાલક વિરૂધ્ધ સાગબારા પો.સ્ટે.માં ગુનો દાખલ કરાયો છે.