કુમસગામમાં સાસુ,સસરાના ત્રાસથી ઝેરી દવા પી ગયેલી પુત્રવધુ એ બંને વિરુદ્ધ ફરીયાદ આપતા ગુનો દાખલ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુમસગામમાં પરણાવેલી પરણીતાએ સાસુ સસરાના ત્રાસથી ઝેરી દવા પી લેતા બંને વિરુદ્ધ ફરીયાદ દાખલ થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પારૂલબેન વિકાશભાઇ વસાવા (ઉ.વ.૨૨ ) ( રહે. કુમસગામ ખડકી ફળીયુ તા.નાંદોદ જિ.નર્મદા) નાઓએ આપેલી ફરીયાદ પ્રમાણે તેમણે લકડીબેન કનુભાઇ વસાવા (૨) કનુભાઇ નરોત્તમભાઇ વસાવા (બન્ને રહે કુમસગામ )ના દિકરા વિકાશ સાથે દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ સાસુ,સસરાને આ વાત પસંદ ન હોય જેથી તેમને ઘરમાંથી કાઢી મુકવા માટે બોલા-ચાલી ઝગડો કરી શારિરીક માનસીક ત્રાસ આપતા હોઇ તા.30 જુળાઈના રોજ રેશનકાર્ડ્માં નામ ચઢાવવા માટે રેશનકાર્ડ માંગતા સાસુ સસરાએ રેશનકાર્ડ ન આપી પરુલબેન સાથે ઝગડો કરી પોતાના ઘરની વહુ તરીકે રાખવાની નથી તેમ કહિ અવાર-નવાર શારિરીક માનસીક ત્રાસ આપતા હોય જેના કારણે 30 જુલાઈએ પારુલ બેને પોતાની સાસરીમાં કપાસમા છાંટવાની ઝેરી દવા જાતે પી જતા આ બાબતે સાસુ સસરા વિરુદ્ધ ફરીયાદ આપી હોય મહિલા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.