News of Saturday, 31st July 2021
કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી કેમેરામાં કેદ : પત્રકાર દ્વારા પ્રશ્નો પૂછતા ચીફ ઓફિસર બેકાબૂ :પત્રકારનું માઈક તોડી નાંખ્યું
કેમેરા સામે પત્રકારને આપી ધમકી : ચીફ ઓફિસર નીતિન બોડાતની લુખ્ખી દાદાગીરીનો વિડિયો વાઇરલ : ચાલુ કેમેરાએ પત્રકારનું બૂમ માઇક તોડી આપી ધમકી
ગાંધીનગર કલોલની નગરપાલિકામાં ચીફ ઓફિસરની દાદાગીરી સામે આવી હતી. જ્યાં એક ખાનગી પત્રકાર ચીફ ઓફિસરની બેઠકમાં પહોંચી સવાલો કરતા સમગ્ર મામલો બન્યો હતો. પત્રકારે ચીફ ઓફિસરને સવાલ પૂછતા ગુસ્સામાં અધિકારીએ માઈકને તોડી નાખ્યું હતું.
ખાનગી ચેનલના પત્રકારને નગરપાલિકામાં પ્રવેશ ન મળતા ચીફ ઓફિસર પાસે પહોંચ્યા હતા. અને ચીફ ઓફિસર પાસે જવાબ માગ્યા હતા. પરંતુ મોટા પદ પર બેસેલા અધિકારીએ પત્રકારને જવાબ આપવાને બદલે દાદાગીરી દેખાડી હતી. અને પત્રકારના હાથમાંથી માઈક લઈને તોડી પાડ્યું હતું. આ દરમિયાન પત્રકારનો કેમેરો પણ શરૂ હતો. સમગ્ર ઘટના કેદ થઈછે
(12:47 am IST)