ગુજરાત
News of Saturday, 1st August 2020

અમદાવાદની સ્ટ્રિટ લાઈટ ઓટોમેટિક ઓન-ઓફ થશે

એએમસીએ નવતર પ્રયોગ શરૂ કર્યો : રસ્તા પરની આ લાઇટ્સ સૂર્ય પ્રકાશ આધારે ચાલુ બંધ થશે : જેના લીધે એએમસીને વીજ બિલમાં રાહત થશે

અમદાવાદ, તા. : એએમસીએ શહેરમાં સ્ટ્રીટલાઇટના થાંભલાઓ પર સેન્સર લગાવવાનો પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. સેન્સરની મદદથી એએમસીને શહેરના દરેક ઇલેક્ટ્રિક પોલને કંટ્રોલ રૂમમાંથી મોનિટર કરવામાં મદદ રહેશે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે પ્રોજેક્ટની મદદથી શ્રમ અને વીજળી બંને બચાવવામાં ઘણી મદદ મળશે. પહેલાં દરેક સ્ટ્રીટ લાઇટ કાર્યરત છે કે નહીં તે જોવા માટે દરેક ઇલેક્ટ્રિક પોલની વ્યક્તિગત મુલાકાત લેવી પડતી હતી. પરંતુ હવે સેન્સર્સની મદદથી કંટ્રોલ રૂમમાંથી બિન-કાર્યરત લાઇટ્સને ઓળખી શકાશે છે. જેના કારણે લેબરની સમસ્યામાં રાહત મળશે.સિવિક બોડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં લાઈટો કાર્યરત છે કે નહીં તે ચકાસવા માટે એએમસીએ દિવસ દરમિયાન પણ લાઇટ ચાલુ રાખવી પડે છે.

         આ ઉપરાંત સેન્સર સૂર્યપ્રકાશ મુજબ લાઇટ્સને ચાલુ બંધ કરવાનું પમ કામ કરશે. જેથી વીજ વપરાશમાં પણ બચત થશે.અધિકારીએ કહ્યું કે સેન્સર્સની મદદથી એએમસીને રુપિયાની પણ બચત થશે, કારણ કે લાઇટ કામ કર છે કે નહીં તે જોવા માટે દિવસ દરમિયાન પણ લાઇટ ચાલુ રાખવી પડતી હતી. જે હવે નહીં રાખવી પડે જેથી એએમસીને વીજ બિલમાં રાહત મળશે. ઉપરાંત લાઇટને ચાલુબંધ અને ઇન્સ્પેક્શન કરવાની જવબાદારી ઓછી થવાથી ફ્રી થયેલા કર્મચારીઓનો એએમસી અન્ય વિભાગોમાં ઉપયોગ કરી શકશે.

(7:57 pm IST)