ગુજરાત
News of Saturday, 1st August 2020

પ્રાંતિજ તાલુકામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ રહીશો દશામાની મૃત્તિઓનું વિસર્જન કરવા આવતા પોલીસ દોડતી થઇ

પ્રાંતિજ :તાલુકામાં દસ દિવસના દશામાના તહેવાર પછી ગુરૃવારની રાત્રીએ લોકો દશામાની મૂર્તિઓના વિસર્જન માટે ન આવે તે માટે પ્રાંતિજ પીઆઈ વાઘેલાએ મંદિરના ટ્રસ્ટ્રીઓને બોલાવી મંદિર અને લાઈટ બંધ રાખવાની સૂચના આપી મંદિર બંધ રખાવ્યા હતા અને આ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો છતાં પોલીસ ઊંઘતી રહી અને લોકો પાછળના ધોબીઘાટે જઈ મૂર્તિઓનું વિસર્જન કર્યુ હતું.  પ્રાંતિજ શહેર તેમજ તાલુકામાં દશામાનો તહેવાર ભારે ઉત્સાહ સાથે ઉજવે છે દસ દિવસના તહેવાર પછી આ મૂર્તિઓનું વિસર્જન કરવાનું હોય છે પ્રતિવર્ષે દશામા મંદિર પાસેના પાણીમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે કોવિડ-૧૯ના કારણે પ્રાંતિજ પીઆઈ વાઘેલાએ દશામાના મંદિરના ઘાટ પાસે મૂર્તિઓનું વિસર્જન ન કરવા દેવા તેમજ આ સમયે આ માર્ગ પરની તમામ લાઈટો બંધ કરવી તેવો આદેશ મંદિરના ટ્રસ્ટીઓને આપ્યો હતો તેથી તેમણે આ આદેશનું પાલન કરી આ માર્ગ પરની તમામ લાઈટો બંધ કરાવી દીધી અને પ્રાંતિજ પીઆઈ વાઘેલાએ અહિ મૂર્તિઓનું વિસર્જન ન થાય તે માટે આખી રાત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છતાં લોકો વહેલી સવારે લોકો બીજા ધોબીઘાટના માર્ગેથી દશામાની મૂર્તિઓનું વિસર્જન કરી પલાયન થઈ ગઈ અને આ બાજુ પોલીસ ઊંઘતી રહી.

(5:26 pm IST)