News of Saturday, 1st August 2020
વડોદરા એસઓજી દ્વારા નશામુક્તિ અભિયાન માટે ખાસ યુનિટ શરૂ કરવામાં આવ્યું
વડોદરા:પોલીસની એસઓજી દ્વારા નશામુક્તિ અભિયાન માટે ખાસ યુનિટ શરૃ કરવામાં આવ્યું છે.
વડોદરામાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક મોટું હોવાના કારણે પોલીસ કમિશનરે એસઓજીના નેજા હેઠળ એક ખાસ યુનિટ તૈયાર બનાવ્યું છે.જેમાં પીઆઇ વીબી આલ અને સાત જવાનોની ટીમ ફરજ બજાવશે.
યુનિવર્સિટી,એજ્યુકેશન સેન્ટરો, સ્ટેશન, કોમર્શિયલ એરિયા,બસ ડેપો જેવા વિસ્તારોને અનુલક્ષીને આ યુનિટ સયાજીગંજ ખાતે ડીસીપી ઝોન-૧ની ઓફિસમાં આજે પોલીસ કમિશનરના હસ્તે શરૃ કરવામાં આવ્યું છે.
(5:05 pm IST)