News of Wednesday, 1st August 2018
ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ તમામ વાહનો માટે ફરીથી શરુ
ભરૂચ :ગોલ્ડન બ્રીજને સમાંતર નવા બની રહેલા નર્મદા મૈયા બ્રીજની કામગીરીને પગલે ગોલ્ડનબ્રીજ પરથી હવે તમામ વાહનો ભરૂચના ગોલ્ડન બ્રીજ પરથી પસાર થઇ શકશે.
ભરૂચમાં ઐતિહાસિક ગોલ્ડનબ્રીજ સવાસો ઉપરાંત વર્ષો વટાવી ચૂક્યો હોવાથી તેની વહનક્ષમતા ઘટી જતા તથા ભરૂચમાં વાહનોનું ભારણ વધતા ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રાફિક સમસ્યા વધતા સરકાર દ્વારા ગોલ્ડન બ્રીજને સમાંતર નવા બ્રીજની કામગીરી હાલ ચાલી રહી છે.
આ બ્રીજની સાથે ફલાયઓવર બ્રીજના કામનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે.આ બ્રીજના પીલર્સ ઉભા કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જેનાં જાહેરનામાની મુદ્દત પૂરી થતા આજે મોડી સાંજથી જ ગોલ્ડનબ્રીજ તમામ વાહનો માટે પુન: શરૂ કરી દેવાતા વાહના ચાલકોમાં ખુશી ફેલાવા પામી છે.
(9:49 pm IST)