ગુજરાત
News of Wednesday, 1st July 2020

કોરોના મહામારીને પગલે ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સની ચૂંટણી અને વાર્ષિક સામાન્યસભા સ્થગિત

આ અગાઉ 11 જુલાઈએ ચૂંટણી અને વાર્ષિક સમાન્ય સભા યોજવાનો નિર્ણય લેવાયો હતો.

 

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સની ચૂંટણી અને વાર્ષિક સામાન્ય સભા કોરોના મહામારીને પગલે રદ કર્યાની જાહેરાત પ્રમુખ દુર્ગેશ બુચે કરી છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બંધારણના નિયમ-૫૨ (i) મુજબ નિર્ણય લેવાયો હોવાનું પ્રમુખે જણાવ્યું છે. નિર્ણયને પગલે આજથી ચૂંટણી કાગીરીની પ્રક્રિયા સ્થગિત કરી દેવાઈ છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિની મિટિંગ ગત તારીખ 29-5-2020ના રોજ મળી હતી. જેમાં નક્કી થયેલો ચૂંટણી કાર્યક્રમ દરેક સભ્યને ગત તા.1-6-2020ના રોજ મોકલ્યો હતો.તે પ્રમાણે ઉમેદવારોની ફાઈનલ યાદી ગત તા. 22-6-2020ના રોજ તૈયાર કર્યા બાદ તા.11-7-2020ના રોજ ચૂંટણી અને વાર્ષિક સમાન્ય સભા યોજવાનો નિર્ણય લેવાયો હતો.

(10:47 pm IST)