કલોલ શહેરમાં આવેલ લીલી તલાવડી નજીક પોલીસે દરોડા પાડી 7હજારના વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી
કલોલ: શહેરમાં આવેલી લીલી તલાવડી પાસે અમન પાર્ક સોસાયટીમાં રહેતો ઉર્ફે સૂરજ અનવરભાઇ લાલાણી વિદેશીદારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે કલોલ શહેર પોલીસે દરોડો કરી વિદેશીદારૂની ૧૧ નંગ બોટલ કિંમત રૂપિયા ૭૦૪૦ના દારૂ સાથે સાકેતને તેના ઘરેથી પકડી પાડયો હતો. જ્યારે કલોલ તાલુકા પોલીસે પણ બાતમીને આધારે સઇજ ગામમાં દરોડો કરી અક્ષય બાબુજી ઠાકોરને વિદેશીદારૂની બે બોટલ કિંમત રૂપિયા ૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ લેકાવાડા પાટીયા પાસે વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન ચિલોડા તરફથી આવતી કાર નં.જીજે-૧૮-એએફ-૬૧૬૪ને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતાં વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે કારમાં સવાર મંથન ભરતભાઈ સોલંકી રહે.બ્લોક નં.૬૩૭/૭, બી-ટાઈપ સે-૩૦ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.