ગુજરાત
News of Friday, 1st June 2018

અમદાવાદથી બેન્કોક ફ્લાઈટનું ટાયર ફાટ્યું :સ્પાઇસ જેટની ફ્લાઈટનું રનવે પર ટાયર ફાટ્યું ;તમામ મુસાફરોનો આબાદ બચાવ :તપાસ શરૂ દિલ્હી જતી ચાર ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ

અમદાવાદથી બેંકકોક જતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું હોવાના અહેવાલ મળે છે જાણવા મળતી વિગત મુજબ સ્પાઈસ જેટની ફ્લાઈટનું રન વે પર ટાયર ફાટ્યું હતું  ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે ઘટના અબ્દ એરપોર્ટ ઈમરજન્સી સર્વિસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે

   દિલ્હી જતી 4 ફલાઇટને વડોદરા ડાયવર્ટ કરાઈ છે ઘટનાને પગલે 25થી વધુ ફલાઈટ અસર પહોંચી છે સ્પાઈસ જેટની ફલાઈટને અમદાવાદ ખાતે ગ્રાઉન્ડ કરાઈ રાત્રે 10.30 સુધીમાં વિમાની સેવા રાબેતા મુજબ થાય તેવી શક્યતા છે  એરપોર્ટ મોટી સંખ્યામાં મુસાફરો રઝળી પડ્યા છે.

(10:20 pm IST)