ગુજરાત
News of Friday, 1st June 2018

પ્રાંતિજના ધડકણની સગીરા અને યુવતીને સુરત લઈ જઈ દુષ્કર્મ :છ લોકો વિરુદ્ધ ફરિયાદ ગ્રેટ---ફોટા પાડીને બદનામ કરવાની ધમકી આપીને બળાત્કાર :એક યુવતી સહિતના લોકો સામે મદદગારીનો ગુન્હો

પ્રાંતિજ તાલુકાના ધડકણ ગામની સગીરા તથા અન્ય એક યુવતીને સુરત લઇ જઈ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવાઇ છે સગીરા અને યુવતીના ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી બંનેને મજરા બોલાવી બસમાં સુરત લઇ જઇ દુષ્કર્મ આચરવાના મામલે   લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે

  અંગેની વિગત મુજબ ધડકણ ગામે રહેતો હર્ષ ભીખાભાઇ પટેલ તથા ગાંધીનગરના શાહપુરમાં રહેતા નિલેશ ઉર્ફે નિલકંઠ મહેશભાઈ પટેલ સગીરા તથા યુવતીને મજરા બોલાવી ત્યાંથી બસમાં બેસાડી સુરત લઇ જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું

    મામલે મદદગારી કરનારી નિલેશની બહેન વિલ્પા તેમજ ગીરીશ જોઇતાભાઈ પટેલ, હર્ષદ બેચર પટેલ અને નિલેશના કાકા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો છે.

(10:09 pm IST)