ગુજરાત
News of Friday, 1st June 2018

અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશન દ્વારા પીરાણાના કચરાના નિકાલ માટે કેન્‍દ્ર સરકાર પાસે ૩૭પ કરોડની માંગણી

અમદાવાદઃ અમદાવાદ- JNNURM અંતર્ગત 2013માં લાગુ કરવામાં આવેલા 110 કરોડના સોલિડ વેસ્ટ અપગ્રેડેશન પ્લાન પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે કેન્દ્ર સરકારને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 642.95 કરોડનો પ્લાન સબમિટ કર્યો છે.

નવા પ્લાનમાં 374.63 કરોડનો પિરાણા ડંપ ક્લોઝર એન્ડ માઈગ્રેશન પ્લાન પણ શામેલ છે. ગુરુવારના રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ બાબતે Detailed Project Report(DPR) અપ્રૂવ કરી દેવામાં આવ્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે રિપોર્ટર્સને જણાવ્યું કે, આ ક્લોઝર રિપોર્ટમાં 55 મીટર ઉંચા કચરાના ઢગલાને ઢાંકવાનો તેમજ અન્ય નાના કચરાના ઢગલાઓ પર બાયો-માઈનીંગ પ્રોસેસ કરવાનો પ્લાન શામેલ છે.

આ સિવાય આ રિપોર્ટમાં કચરાને અલગ કરવા માટે 1 લાખ કચરાપેટી, 80 લાખના પીકિંગ મશીન, અને 148 વાહનોની પણ માંગ કરવામાં આવી છે.

(6:36 pm IST)