ગુજરાત
News of Friday, 1st June 2018

માછીમારોની સુવિધા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા કચ્‍છની કોરી ક્રીકથી રાજસ્‍થાનને જોડતો જળમાર્ગ બનાવાશેઃ કેન્‍દ્ર સરકાર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું ફંડ ફાળવશે

અમદાવાદઃ કેન્‍દ્ર સરકાર દ્વારા માછીમારોના હીત માટે કચ્છની કોરી ક્રીકથી રાજસ્‍થાનને જોડતો જળ માર્ગ બનાવવા નિર્ણય લેવાયો છે.

સર ક્રીક 650 વર્ગ કિલોમીટરનો ભારતનો સમુદ્રી વિસ્તાર છે, જેના પર પાકિસ્તાન પોતાનો દાવો કરે છે. આ સમસ્યાના સમાધાન માટે કેંદ્ર સરકાર દ્વારા કચ્છની કોરી ક્રીકથી રાજસ્થાનને જોડતો જળમાર્ગ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જળમાર્ગ માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

કેંદ્ર સરકાર દ્વારા 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કચ્છની કોરી ક્રીકથી રાજસ્થાનને જોડતા 590 કિલોમીટર લાંબા આંતરિક જળમાર્ગનું નિર્માણ કરવાની મહત્વાકાંક્ષી યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જળમાર્ગ માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના અરબી સમુદ્રમાં આવેલી કોરી ક્રીકથી રાજસ્થાનની જાવઈ અને લુણી નદીને જોડતો આઇલેંડ જળમાર્ગ બનાવવામાં આવશે. આ અંગે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના જળસંસાધન મંત્રી અર્જુન રામ મેઘવાલે માહિતી આપી હતી.

કચ્છનું નિર્જન મોટુ રણ 4 હજાર ચોરસ કિલોમીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. કોરી ક્રીક અને અન્ય ખાડીઓના માર્ગ વિસ્તારમાં અરબી સમુદ્રની ઉંચી ભરતી વખતે સમુદ્ર જળના ઉછળતા મોજાથી 4 હજાર ચોરસ કિલોમીટર કરતાં વધુ વિસ્તારનું રણ દરિયાઈ ખારા પાણીથી ભરાઈ જાય છે. અને આ પાણી ૧૮૫ વર્ષ પહેલાં ભૂકંપના કારણે થયેલા ફેરફારોથી બનેલ અલ્લાબંધ જેવી ટેકરીઓનાં ઉંચા વિસ્તારોને કારણે સમુદ્રમાં ભરતીનું પાણી ઓટ દ્વારા પાછું જતું નથી. વરસોની આ પ્રક્રિયાએ કચ્છના રણમાં દરિયાઈ ખારા પાણી સુકાતા મીઠાના થરોની જમાવટ કરી છે.

ઇતિહાસના પાના ઉથલાવીએ તો ભારતમાં ઇસ્ટ ઇંડીયા કંપનીના શાસન દરમિયાન ચાર્લ્સ નેપિયરે 1842માં સિંઘ પર જીત પ્રાપ્ત કરી હતી અને તેને મુંબઇ રાજ્યને સોંપી દીધું. ત્યારબાદ સિંઘમાં શાનસ કરી રહેલી સરકારે સિંઘ અને મુંબઇ વચ્ચે સીમારેખા તાણવાનો નિર્ણય લીધો, જે કચ્છથી પસાર થાય છે. તે નિર્ણય અંતગર્ત સરક્રીક ખાડીને સિંઘ પ્રાંતમાં દર્શાવવામાં આવી. 

જ્યારે દિલ્હીમાં શાસન કરી રહેલી અંગ્રેજ સરકારના નકશામાં તેને ભારતમાં દર્શાવવામાં આવી. વિવાદ થયો અને ફાઇલો દબાઇ ગઇ. પરંતુ સ્વતંત્રતા બાદ જ્યારે બંને દેશો વચ્ચે ભાગલા થયા તો પાકિસ્તાને સરક્રીક ખાડી પર પોતાનો હક દાખવ્યો હતો. તેના પર ભારતે એક પ્રસ્તાવ તૈયાર કર્યો જેમાં સમુદ્રમાં કચ્છના એક છેડેથી બીજા છેડા સુધી રેખા તાણી અને કહ્યું કે તેને જ સીમારેખા ગણવામાં આવે. આ પ્રસ્તાવ પાકિસ્તાને નકારી કાઢ્યો, કારણ કે તેમાં 90 ટકા ભાગ ભારતને મળી રહ્યો હતો. ત્યારથી લઇને આજ દિવસ સુધી બંને દેશો વચ્ચે આ ખાડીના માલિકી હકને લઇને વિવાદ ચાલી રહ્યો છે. 

સરક્રીક સાથે કેટલાક તથ્યો : 

વર્ષ 2000માં પાકિસ્તાને સરક્રીક પર ભારે સંખ્યામાં સૈનિકો ગોઠવ્યા હતા. એટલે કે ત્યાં પણ કારગિલ જેવી યુદ્ધની તૈયારી હતી. 

1965 પછી બ્રિટીશ પીએમ હેરોલ્ડ વિલ્સનના હસ્તક્ષેપ બાદ કોર્ટે 1968માં ફેંસલો સંભળાવ્યો હતો, જેના અનુસાર પાકિસ્તાનને 9000 વર્ગ કિલોમીટરનો માત્ર 10 ટકા ભાગ મળ્યો હતો. 

પાકિસ્તાને સિંઘ અને કચ્છ વચ્ચે થયેલા એગ્રીમેંટની કેટલીક તસવીરોના આધાર પર ક્રિકને સિંઘનો ભાગ જાહેર કરી દીધો અને એક રેખા તાણી જેને ગ્રીન લાઇન બ્રાઉંડી કહ્યું. 

ભારતે તેને સ્વિકારવાની ના પાડી દીધી. ભારતે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાનૂન હેઠળ 1924ના આધાર લગાવવામાં આવેલા સ્તંભોના આધાર પર પોતાનો દાવો રજૂ કર્યો. પાકિસ્તાને તેને એમ કહીને સ્વિકારવાની ના પાડી દીધી કે તે સીમાથી બોટ પસાર ન કરી શકાય, જ્યારે આ સીમાને સરળતાથી પાર કરી શકાય છે.

1999માં ભારતીય વાયુસેનાએ સરહદ પાસે આવેલા એક પાકિસ્તાની વિમાનને ધ્વસ્ત કરી દીધું હતું. કહેવામાં આવ્યું હતું કે આ વિમાન ભારતીય સીમામાં સરક્રીકની સ્થિતિને જાણવા માટે આવ્યું હતું. આ ઘટના કારગિલ યુદ્ધના કેટલાક મહિનાઓ પછીની હતી. 

(6:24 pm IST)