ગુજરાત
News of Friday, 1st June 2018

વલસાડ નજીક ભૂલમાં અનાજમાં નાખવાના ટીકડા ગળી જનાર બે સંતાનની માતાને તબીબોએ બચાવી લીધી

સુરતઃ વલસાડ નજીક રહેતી બે દીકરીઓની માતા ભૂલમાં ચોખાની સાથે ઘઉંમાં નાખવાના ટીકડા ( એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ જંતુનાશક ઝેરી) ગળી ગઈ હતી. જેથી તબિયત લથડતાં તેણીને સૌ પ્રથમ વલસાડ અને ત્યારબાદ સુરતની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સુરતના તબીબોએ યોગ્ય સાધનો દ્વારા સારવાર આપીને મહિલાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં હતાં.વલસાડના મીનાબેન (નામ બદલ્યું છે.)ઉ.વ.આ.30ના 15 દિવસ અગાઉ ઘઉંમાં નાખવાના ટીકડાને ભૂલથી ભાત સાથે આરોગી ગયા હતાં. જેથી તેણીની તબિયત લથડી હતી. જો કે, સમયસર હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતાં. જો કે, એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ નામનું ઝેર સૌ પ્રથમ હ્રદયને અસર કરતું હોવાથી હ્રદય બંધ થવા લાગ્યું હતું. હ્રદય બાદ આ ઝેર, લિવર, ફેફસા અને લોહી પાતળું થતું હતું. જો કે, સમયસર હોસ્પિટલ પહોંચેલા મીનાબેનનું હ્રદય લગભગ સારવારના પ્રથમ 12 કલાક દરમિયાન 20થી 24 વાર બંધ થયા બાદ તબીબો તરત જ તેમને શોક આપવાની સાથે મસાજ આપતાં હોય અને મશીન જ છાતિ પર મુકી દીધું હતું. જેથી જેવા ધબકારા બંધ થાય કે ઓટોમેટિક શોક લાગવા લાગતો હોય તેવી વ્યવસ્થા હોસ્પિટલમાં હોવાનું ડો.મિલન મોદીએ જણાવ્યું હતું.

(6:05 pm IST)