ગુજરાત
News of Friday, 1st June 2018

ઝાલોદ તાલુકાના સુથારવાસમાં મહિલાનો બે દીકરી સાથે પગ લપસતાં કુવામાં ગરકાવ: બને બહેન મોતને ભેટી: માતાને ઇજા

ઝાલોદ: તાલુકાના સુથારવાસા ગામની મહિલા પોતાની બે દીકરી સાથે ગામના કૂવે પાણી ભરવા જતાં મહિલાના પગમાં દોરડાની આંટી આવી જતા મહિલા કુવામાં પડી હતી. બાકી રહેલું દોરડું બંને દીકરીઓએ પકડી લેતા બંને દીકરીઓ પણ કૂવામાં ખાબકતા સર્જાયેલી કરૃણાંતિકામાં બંને દીકરીઓનું કૂવાનું પામી પી જતાં મોત થઈ ગઈ હતી તેમજ મહિલા જીવીત હોવાથી તેને સારવાર માટે નજીકના દવાખાને મોકલી હોવાનું જાણવા મળેલ છે. મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાનાં સુથારવાસા ગામના માલપુરા ફળિયાના રહેવાસી દિનેશભાઈ બચુભાઈ મુનિયાની પત્ની કાળીબેન ગતરોજ સવારે ૭ વાગ્યાના સુમારે પોતાની બે દિકરી નીરાલી મુનિયા (ઉ.વર્ષ ૭) અને જાગુ મુનિયા (ઉ.વ.૫)ને લઈને ગામના કુવે પાણી ભરવા ગઈ હતી. કાળીબેન કૂવામાંથી પાણી ભરી રહી હતી. તે વેળાએ અકસ્માતે તેના પગમાં દોરડાની આંટી આવી જતાં કાળીબેન કૂવામાં ખાબક્યા હતા. અને બાકી રહેલું દોરડુ તેની બંને દિકરીઓએ પકડી લેતા દોરડાની સાથે બંને દિકરીઓ પાણી ભરેલા કુવામાં ખાબકી હતી. આ બનાવની જાણ ગામલોકોને થતા ગામલોકોએ તરત ઘટના સ્થળ પર દોડી આવી ભારે જહેમત બાદ કાળીબેન તેમજ તેમની બંને દિકરીઓ નિરાલી તથા જાગુને બહાર કાઢતા કાળીબેન જીવીત હોવાથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી.

(6:04 pm IST)