ગુજરાત
News of Friday, 1st June 2018

કરજણ તાલુકામાં બનાવવામાં આવેલ દોઢ કિમિ આરસીસી રોડ બે જ વર્ષમાં ખખડધજ બની ગયો

વડોદરા: જિલ્લાના કરજણ તાલુકામાં રેતીની લીઝ માટે જિલ્લા કલેક્ટરની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલો દોઢ કિમીનો આરસીસી રોડ બે વર્ષમાં જ ખખડધજ બની ગયો છે.

રેતીની લીઝોને કારણે ગ્રામ્ય વિસ્તારના નવા રસ્તાઓ બિસ્માર બની રહ્યા હોઇ લોકોને ભારે હાલાકી પડી રહી છે.કરજણ તાલુકાના નારેશ્વર-પાલેજનો ૧૫ કિમી રોડ બે જ મહિનામાં તૂટવા માંડતા ઉહાપોહ સર્જાયો છે.

આજ રીતે બે વર્ષ પહેલા લીઝ માટે કલેક્ટરની ગ્રાન્ટમાંથી ખાસ તૈયાર કરાયેલો આરસીસીનો રોડ સાવ તૂટી ગયો છે.દોઢ કિમી લંબાઇનો રૃા.૨ કરોડના ખર્ચે તૈયાર થયેલો રોડ રેતીની ઓવરલોડ ટ્રકોને કારણે તૂટી જતા તેના સળિયા દેખાવા માંડયા છે.

આ જ રીતે બીજા પણ અનેક આંતરિક રસ્તાઓને પણ ટ્રકોને કારણે ભારે નુકસાન થઇ રહ્યુ હોઇ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

(6:03 pm IST)