ગુજરાત
News of Friday, 1st June 2018

રાસલીલા કરતા નડિયાદના પ્રેમી પંખીડાની રંગે હાથે ધરપકડ

નડિયાદ:માં પ્રેમીપંખીડાને પરીવારજનોએ રંગેહાથે ઝડપી લેતા મામલો બોલાચાલી અને મારામારી સુધી પહોંચ્યો હતો. જે ટાઉન પોલીસ મથક સુધી પહોંચતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. નડિયાદના ડભાણ ભાગોળ વિસ્તારમાં રહેતો જશપાલસિંહ મહેસસિંગ ઠાકોર પોતે પરીણિત છે. અને સંતાનમાં એક દોઢ વર્ષની દિકરી પણ છે.જશપાલે આજે કોલેજ રોડ ઉપર આવેલ એફબીબીના પાછળના ભાગે પોતાની પ્રેમીકા પૂર્વીને મળવા ગયો હતો. તે સમયે અચાનક બન્નેના પરીવારજનો ત્યાં આવી પહોંચ્યા હતા. બન્નેને રંગે હાથે ઝડપી લેતા પરીવારજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા ટાઉન પોલીસને ઘટના સ્થળે દોડી જવુ પડયું હતું. આ બાદ પુરેપુરો મામલો ટાઉન પોલીસ મથકે પહોંચતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. આ ઘટનામા પ્રેમીની પત્નીએ પણ પોતાના પતિને રંગે હાથે રંગરલીયા મનાવતા જોતા તેણીએ પણ પોતાના પતિ સાથે મારપીટ કરી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસે પરીણિતાની ફરિયાદના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથધરી છે.

(6:02 pm IST)