ગુજરાત
News of Friday, 1st June 2018

અમદાવાદના શાહીબાગમાં લોન આપવાની લાલચ આપી 48 મહિલાઓ સાથે 95 હજારની છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શાહીબાગમાં છેતરપિંડીના બે અલગ અલગ બનાવમાં ફાયનાન્સની ઓફિસ ધરાવતા શખ્સોએ લોન આપવાની લાલચ આપીને ૪૮ મહિલાઓ સાથે રૃ. ૯૫,૫૫૦ ની છેતરપિંડી કરી હતી. જ્યારે અન્ય બનાવમાં બે શખ્સોએ એક યુવક પાસેથી અસલી એટીએમ લઈ નકલી એટીએમ કાર્ડ આપીને તેના ખાતામાંથી રૃ. ૫૯,૯૦૦ ઊપાડી લીધા હતા. પ્રથમ બનાવની વિગત મુજબ ૬ એપ્રિલ ૨૦૧૮ નાં રોજ શાહીબાગમાં મનુભાઈની જુની ચાલીમાં સત્ય સાંઈ ફાયનાન્સિયલ સર્વિસીસ નામના પેમ્ફલેટ લઈને અમિત ઊર્ફે કમલેશ સાહની, કમલેશકુમાર નામના શખ્સો આવ્યા હતા. તેમણે તેમની ઓફિસ શાહીબાગમાં અસારવા બ્રિજના છેડે અભિષેક કોમ્પ્લેક્ષમાં હોવાનું કહીને મહિલાઓને ધંધાના વિકાસ માટે રૃ. ૫૦,૦૦૦ ની લોન જોઈતી હોય તો આપશે એમ કહ્યું હતું. લોન માટે ૧૦ મહિલાઓનું ગુ્રપ બનાવવાનું રહેશે કહેતા ૪૯ મહિલાઓએ જુદાજુદા ગુ્રપ બનાવ્યા હતા. તેમણે દરેક મહિલાઓ પાસેથી લોનના ફોર્મ માટે રૃ. ૧૫૦ લીધા હતા. બાદમાં મહિલાઓને મોબાઈલમાં મેસેજ કરીને પ્રત્યેકને રૃ. ૧,૮૦૦ ભરવા જણાવતા મહિલાઓએ ઓફિસમાં જઈને નાણા ભરી દીધા હતા. આરોપીઓએ તમામ મહિલાઓને તેમના ખાતામાં ૨૦ એપ્રલના રોજ રૃ. ૫૦,૦૦૦ જમા થઈ જશે, એમ કહ્યું હતું. જોકે પૈસા જમા ન થતા મહિલાઓ આરોપીઓની ઓફિસે ગઈ હતી.

(6:02 pm IST)