ગુજરાત
News of Friday, 1st June 2018

આણંદ રેલવે સ્ટેશન પરથી ભેદી સંજોગોમાં અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવતા તપાસ શરૂ

આણંદ:શહેરના રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર પાંચ ઉપરથી એક અજાણ્યા ૬૫ વર્ષના વૃધ્ધની લાશ મળી આવી હતી.
મરણ જનાર વૃધ્ધે સફેદ ઝભ્ભો અને ભુરા કલરની લુંગી પહેરી છે તેમજ ડાબા પગથી દિવ્યાંગ હોય કુત્રિમ પગ લગાવ્યો છે સાથે હાથઘોડી પણ ધરાવે છે. આ અંગે આણંદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધોખોળ હાથ ઘરી છે.

(6:01 pm IST)