ગુજરાત
News of Friday, 1st June 2018

નજીવી બાબતે કપડવંજના અંતિસરમાં ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ

કપડવંજ: તાલુકાના અંતીસરમાં નજીવી બાબતે ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ સામે કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના અંતીસરમાં હરીશચંદ્ર સરદારસિંહ ગોહેલ રહે છે. ગત તા. ૨૭-૫-૨૦૧૮ના રોજ હરેશભાઈ વિનુભાઈ પટેલે હરીશચંદ્રને ગમે તેમ ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ હરિશચંદ્રને માથામાં લોખંડની ખોળીવાળી પ્લાસ્ટિકની પાઈપ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવ અંગે હરીશચંદ્ર સરદારસિંહ ગોહેલની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે હરેશભાઈ વિનુભાઈ, વિનુભાઈ રણછોડભાઈ તેમજ મંજીભાઈ વિનુભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:00 pm IST)