ગુજરાત
News of Friday, 1st June 2018

ગુજરાતભરની આર.ટી.ઓ.માં ફી ભરવા ધકકો નહિ થાય, ઓનલાઇન ચુકવણું થઇ શકશે

વાહન અને લાયસન્સ સબંધી કામગીરી માટે અરજદારોનો સમય-શકિત બચશે

રાજકોટ તા. ૧: ગુજરાતભરની તમામ રોડ ટ્રાન્સપોર્ટ ઓફીસમાં ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. જુન અંત સુધીમાં આ સુવિધા શરૂ થવાની શકયતા છે. કેન્દ્ર સરકાર સાથે મંજુરીની પ્રક્રિયા ચાલી રહી છે.

વાહન લાયસન્સ ફી ભરવા સહિતની ચૂકવણાની સઘળી કામગીરી ઓનલાઇન થઇ શકશે હાલ આર.ટી.ઓ.માં અરજદારોએ જુદી જુદી ફી ભરવા માટે જવું પડે છે. તેના બદલે ઘરે બેઠા ઓનલાઇન પેમેન્ટ થઇ શકશે. અત્યારે નવી પધ્ધતિની ટેકનિકલ દૃષ્ટિએ ચકાસણી ચાલી રહી છે. ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ થવાથી અરજદારોનો સમય અને શકિત બચશે તેમજ આર.ટી.ઓ. ખાતેનો ટ્રાફિક હળવો થોશે નવી સુવિધાને સંપૂર્ણ લોકાભિમુખ બનાવવા માટે રાજયના વાહન વ્યવહાર કમિશનર શ્રી આર. એમ. જાદવ (આઇ.એ.એસ.)ના માર્ગદર્શન હેઠળ વડી કચેરીનું વહીવટી તંત્ર આગળ વધી રહ્યું છે. 

(5:00 pm IST)