ગુજરાત
News of Friday, 1st June 2018

ગુજરાત હાઇકોર્ટની ટીમ દ્વારા રાજકોટની કોર્ટોમાં ઇન્સ્પેકશન કરાયુઃ બપોરે વકીલો સાથે મીટીંગ યોજાઇ

જીલ્લાની તાલુકા કક્ષાની અદાલતોમાં પણ ઇન્સ્પેકશન કરાશે

રાજકોટ તા. ૧: ગુજરાત હાઇકોર્ટની ઇન્સ્પેકશન ટીમ દ્વારા રાજકોટની સેસન્સ, ફાસ્ટ ટ્રેક, સિવિલ, ફોજદારી કોર્ટોમાં ઇન્સ્પેકશન કરાયું હતું.

આ અંગે બપોરના બે વાગ્યે રાજકોટ બાર.એસો. તેમજ વિવિધ વકીલ મંડળોના પ્રમુખ મંત્રીઓ સાથે પણ બેઠક યોજી હતી.

જાણવા મળ્યા મુજબ દર વર્ષે હાઇકોર્ટ દ્વારા આ રીતે રાજયભરની જિલ્લા અને તાલુકા કક્ષાએ કોર્ટોમાં રૂટીંગ ઇન્સ્પેકશન થતું હોય છે તેમના ભાગરૂપે  જ આજે વહીવટી બાબતો ઉપરાંત પાણી પાર્કિંગ, સફાઇના મુદે પણ નિરિક્ષણ કરીયુ હતું.

આજે સવારના ઉઘડતી કોર્ટે હાઇકોર્ટના અધિકારીએ કોર્ટોમાં ચેકીંગ કરેલ જેઓની સાથે સ્થાનિક રજીસ્ટ્રાર સહીતના કર્મચારીઓ પણ જોડાયા હતા.

બપોરના બે વાગ્યે ડીસ્ટ્રીકટ કોર્ટમાં જીલ્લા રજીસ્ટ્રારે રાજકોટના તમામ વકીલ મંડળોના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રીઓને એક પત્ર પાઠવી ઇન્સ્પેકશનના ભાગરૂપે મીટીંગ યોજી હતી.

આ મીટીંગમાં રાજકોટ બાર એસો.ઉપરાંત વિવિધ વકીલ મંડળના પ્રમુખ મંત્રીઓ મીટીંગમાં જોડાયા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કોર્ટોમાં પેન્ડીંગ કેસો પુરા થતા ન હોય તેમજ વિવિધ કોર્ટોને પત્રકો આપવા અને ઝડપી કેસો ચલાવવાની પ્રક્રિયા અંગે પણ હાઇકોર્ટની ટીમ દ્વારા માર્ગદર્શન અપાયાનું જાણવા મળે છે.

ગુજરાત હાઇકોર્ટના જજ શ્રી વી.પી.પટેલ સહિત અધિકારીઓ દ્વારા જુદી-જુદી કોર્ટોની મુલાકાત લઇને નિરક્ષણ કરાયું હતું. દરમ્યાન રાજકોટ જીલ્લાની તાલુકા કક્ષાની કોર્ટોનું પણ ઇન્સ્પેકશન થનાર હોવાનું જાણવા મળે છે.

(4:56 pm IST)