ગુજરાત
News of Friday, 1st June 2018

ગુજરાતના ચીફ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ પદે જી કે સિંહાઃ ગીરમાં એ પી સિંઘની જગ્યાએ ડીટી વસાવડાની નિમણૂંક

શિંગોડા ઇફેકટઃ સાસણના ડીસીએફ પછી બદલીનો દોર

અમદાવાદ તા.૧: ગુજરાત પ્રિન્સીપલ  ચીફ કોંઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વાઇલ્ડ લાઇફ) જીકે સિંહાને જંગલ ફોર્સના વડા તરીકે બઢતી આપી છે. તેઓ હવે ગુજરાતના ચીફ કન્ઝવેટર ઓફ ફોરેસ્ટ બન્યા છે.

દરમિયાન આશ્ચર્યજનક રીતે ચીફ કન્ઝવેટર ઓફ ફોરેસ્ટ શ્રી એ પી સિંઘની ગિરમાંથી બદલી કરી અને તેમની જગ્યાએ સીસીએફ ફોરેસ્ટ પ્રોટેકશન ડી ટી વસાવડાને ગીરમાં મુકવામાં આવ્યા છે.

જયારે એ પી સિંઘને સુરત ખાતે સીસીએફ ફોરેસ્ટ વકિંર્ગ પ્લાન તરીકે બદલી કરી મુકવામાં આવ્યા છે.

આ બદલીઓ પાછળ શિંગોડા ડેમમાંથી કાંપ કાઢવાના મુદાને લઇ છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં વિવાદો ગ્રામજનો અને વનવિભાગ વચ્ચે થયા હતા. બે ડીસીએફ બાદ સીસીએફની બદલીના ઓર્ડર થતા સન્નાટો ફેલાય ગયો છે. બરડા ગીરમાં ખનીજચોરી સામે અવાજ ઉઠાવનાર નાયબ વન સંરક્ષક પોરબંદર એચ.એન. ભાવસારને ગાંધીનગર મોનીટરીંગ અને ઇવેલ્યુએશનમાં મુકવામાં આવ્યા છે. ભાવસારની જગ્યાએ કોઇની નિમણૂંક કરાઇ નથી તેમનો ચાર્જ સહાયક વન સંરક્ષક દિપક પંડયાને અપાયો છે. જયારે નાયબ વન સંરક્ષક (સાસણ-વન્યપ્રાણી) રામરતન નાલા પ્લીસીટી અને લાયઝેનીંગમાં મુકાયા છે.

(4:50 pm IST)