ગુજરાત
News of Friday, 1st June 2018

૨૦૧૮-૧૯માં શાળાઓમાં ૨૪૭ દિવસ શિક્ષણ અને ૮૦ દિવસની રજા

૧૧ જૂનથી પ્રથમ સત્રનો પ્રારંભ ૧૦ ઓકટોબરથી પ્રથમ કસોટી : જયારે ૨૬ નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ અને દ્વિતીય કસોટી ૮ એપ્રિલના લેવાશે

રાજકોટ, તા. ૧ : ઉનાળુ વેકેશનના દિવસો હવે અંતિમ તબક્કામાં છે ત્યારે શિક્ષણ વિભાગે આગામી ૨૦૧૮ - ૧૯ના શૈક્ષણિક વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કર્યુ છે.

૨૦૧૮-૧૯ના નવા શૈક્ષણિક સત્રમાં પ્રથમ સત્ર તા.૧૧-૬-૨૦૧૮થી તા.૪-૧૧-૨૦૧૮ સુધી ૧૧૬ દિવસનું છે. જયારે તા.૫-૧૧-૨૦૧૮ થી ૨૫-૧૧-૨૦૧૮ ૨૧ દિવસનું દિવાળી વેકેશન શાળાઓ માટે ફાળવવામાં આવ્યુ છે. બીજા સત્ર તા.૨૬-૧૧-૨૦૧૮થી ૫-૫-૨૦૧૯ ૧૩૧ દિવસનું તેમજ તા.૬-૫-૨૦૧૯થી ૯-૬-૨૦૧૯ ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે.

૨૦૧૮ - ૧૯ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ૨૪૭ દિવસ શિક્ષણ માટે ફાળવવામાં આવ્યા છે. જયારે ૫૬ દિવસ વેકેશન અને જાહેર રજાના ૧૭ દિવસ અને આકસ્મીક અને સ્થાનિક રજાઓ માટે ૨૪ દિવસ ફાળવવામાં આવ્યા છે.

ગત માર્ર્ચ માસ ૨૦૧૮ના લેવાયેલ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પુરક પરીક્ષા તા.૬-૭-૨૦૧૮થી તા.૯-૭-૨૦૧૮ દરમિયાન લેવાશે.

નવા શૈક્ષણિક સત્રમાં પ્રથમ કસોટી ધો.૯-૧૦ અને ધો.૧૧-૧૨ તમામ પ્રવાહો માટે તા.૧૯-૧૦-૨૦૧૮ થી ૩૦-૧૦-૨૦૧૮ દરમિયાન લેવામાં આવશે. ધો.૧૦-૧૨ની પ્રિલીમ પરીક્ષા ૨૮-૧-૨૦૧૯થી ૬-૨-૨૦૧૯ દરમિયાન લેવાશે. જયારે પ્રખરતા શોધ કસોટી ધો.૯ માટે તા.૭-૨-૨૦૧૯થી ૯-૨-૨૦૧૯ દરમિયાન લેવાશે.

ધો.૧૦ અને ૧૨ ૨૦૧૯ બોર્ડની પરીક્ષા માર્ચના પ્રથમ સપ્તાહથી લઈ ૨૩ માર્ચ સુધી લેવાશે. જયારે શાળાકીય વાર્ષિક પરીક્ષા ધો.૯ અને ધો.૧૧ના તમામ પ્રવાહોની પરીક્ષાઓ તા.૬-૪-૨૦૧૯થી ૧૬-૪-૨૦૧૯ દરમિયાન લેવાશે.

(1:24 pm IST)