ગુજરાત
News of Friday, 1st June 2018

શાળા પ્રવેશ વખતે અનુમાનથી લખાયેલી ૧ જૂન એટલે અનેક લોકોનો જન્‍મદિન

આજે શ્રેણીબદ્ધ મહાનુભાવોના જન્‍મદિનઃ કારણ રસપ્રદ

રાજકોટ, તા. ૧ :. આજે ગુજરાતના જાહેર જીવનના અનેક અગ્રણીઓ અને અધિકારીઓનો જન્‍મદિન છે. એક જ દિવસે આટલા બધા લોકોના જન્‍મદિન આવવાનું કારણ શું ? તેના અભ્‍યાસનું તારણ રસપ્રદ નીકળે છે.

દાયકાઓ પહેલા જન્‍મના રેકોર્ડની અત્‍યાર જેવી વ્‍યવસ્‍થા ન હતી. ઘણા માવતર તિથિ મુજબ જન્‍મદિન યાદ રાખવા. બાળકને ૫ વર્ષ પુરા થવા આવે ત્‍યારે (મોટાભાગે ગ્રામીણ ક્ષેત્ર) શાળામાં બેસાડવાનું થતુ તે વખતે જન્‍મ તારીખના દાખલા ઉપલબ્‍ધ ન હોવાથી વાલીઓ શૈક્ષણિક સત્ર શરૂ થવાના સમયને અનુરૂપ જન્‍મ તારીખ ૧ જૂન લખાવતા અથવા શાળાના શિક્ષક કે આચાર્ય તે મુજબ જન્‍મ તારીખ લખી નાખતા. તે વખતે પરિસ્‍થિતિની અનુકુળતા મુજબ લખેલી જન્‍મ તારીખ જે તે વ્‍યકિત માટે આખી જિંદગીનો સત્તાવાર રેકોર્ડ બની ગઈ છે. આજે જેનો જન્‍મદિન છે તેમના અનેક લોકોની જન્‍મ તારીખ આ રીતે નક્કી થયેલી છે.

(12:58 pm IST)