ગુજરાત
News of Friday, 1st June 2018

બનાસકાંઠાના અમીરગઢની શકરાવેરીની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ : આરોપી ભૂરા ડામોર ઝડપાયો

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના શકરાવેરી ગામની સીમમાં પણ સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ આચરાયું હોવાની ચોકાવનારી ઘટના બહાર આવી છે. જોકે આ બનાવને ગંભીરતાથી લઈ અમીરગઢ પોલીસે દુષ્કર્મી આરોપીને ઝડપી લઈ જેલના હવાલે કરી દીધો છે.

  પાલનપુર તાલુકાના કંસારા ગામના ભૂરાભાઈ કળાભાઈ ડામોર નામના શખ્સે શકરાવેરી ગામની સગીર વયની એક આદિવાસી યુવતીને લલચાવી ફોસલાવી તેણીનું અપહરણ કર્યા બાદ તેણી સાથે જાતીય દુષ્કર્મ આચર્યું હતું.જોકે પીડિત યુવતીએ બાદમાં આ મામલે પરિવારજનોનું ધ્યાન દોરતા પીડિત યુવતીના ભાઈ અમરાભાઈ ખરાડીએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે બનાવને ગંભીરતાથી લઈ આરોપી ભૂરાભાઈ ડામોરને ઝડપી લઈ જેલના હવાલે કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

(11:44 am IST)