News of Friday, 1st June 2018
વડોદરામાંથી 1 કરોડની જૂની ચલણી નોટો સાથે ચાર શખ્શો ઝડપાયા
માંજલપુરના ભાથીજી મહારાજ મંદિર નજીક પોલીસ ડમી ગ્રાહક મોકલી દબોચી લીધા :સુરતના રાજુ પાસેથી નોટ લાવ્યાની કેફિયત :માંજલપુરનો ગેરેજધારક કિરીટ ગાંધી મુખ્ય સૂત્રધાર
વડોદરા ;વડોદરામાંથી એક કરોડની જૂની ચલણી નોટો સાથે ચાર શખ્શો ઝડપાયા છે પોલીસે મંજલપુરના ભાથિજી મહારાજ મંદિર નજીકથી આ શખ્સોને દબોચી લીધા હતા તેઓ 500 અને 1 હજારના દરની જૂની નોટ વટાવવા માગતા હતા. જેમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી તેમને ઝડપી પાડ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ આ શખ્સો સુરતમાં રાજુ નામના શખ્સ પાસેથી આ નોટ લાવ્યા હતા. જોકે પોલીસના હાથમાં આવેલો મુખ્ય આરોપી કિરિટ ગાંધી માંજલપુરમાં ગેરેજ ચલાવે છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(9:55 pm IST)