ગુજરાત
News of Friday, 1st June 2018

વ્યારામાં સુમુલ ડેરીના વિરોધમાં પશુપાલકોની મહારેલી :દૂધના પોષણક્ષમ ભાવ આપવા માંગણી :ઉગ્ર સુત્રોચાર

ગ્રાહકોને પણ વ્યાજબી ભાવે દૂધ આપવા માંગ: હજારોની સંખ્યામાં સુરત અને તાપી જિલ્લાનાં પશુપાલકો જોડાયાં

 

તાપી: વ્યારામાં સુમુલ ડેરીનાં વિરોધમાં પશુપાલકોએ જંગી રેલી કાઢી દૂધનાં પોષણક્ષમ ભાવ તેમજ ગ્રાહકોને વ્યાજબી ભાવે દૂધ આપવા માંગ કરી હતી સંચાલન, વહીવટ, ખર્ચ લોન વિતરણ સહિતનાં મુદ્દે પશુપાલકોએ ડેરી સંચાલકો સામે નારાજગી દર્શાવી છે.પશુપાલકો રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. સુમુલનાં ચેરમેન વિરૂદ્વ પશુપાલકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતાં અને રેલી બાદ વ્યારાનાં ઝંડાચોકમાં જાહેરસભા યોજાઈ હતી.

  તાપી જિલ્લાનાં વ્યારા ખાતે આદિવાસી એકતા અને વિકાસ મંચે સુરત અને તાપી જિલ્લાનાં પશુપાલકોને સુમુલ ડેરી દ્વારા પોષણક્ષમ ભાવ નહીં આપવા સહિતનાં સાત જેટલા મુદ્દે રેલી કાઢીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. રેલીમાં હજારોની સંખ્યામાં સુરત અને તાપી જિલ્લાનાં પશુપાલકો જોડાયાં હતાં. જે માટે પોલીસ વિભાગ દ્વારા પણ કાયદો વ્યવસ્થા જાળવવાને માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

સુમુલ ડેરી દ્વારા વિવિધ દૂધ ઉત્પાદન મંડળીઓ પર ફેટ મશીન મુકતા પશુપાલકોને દૂધનાં પોષણક્ષમ ભાવો નથી મળતાં. જ્યારે બીજી તરફ સુમુલ ડેરી પર પશુપાલકોનો આરોપ છે, કે દૂધને મોંઘા ભાવે વેચીને તગડો નફો કમાઈ રહ્યાં હોવાનાં વિવિધ સાત જેટલા મુદ્દાઓ સાથે આજે વિશાળ સંખ્યામાં તાપી જિલ્લાનાં વડા મથક વ્યારા ખાતે રેલી કાઢી હતી.

રેલીમાં લગભગ 4થી 5 હજાર જેટલાં પશુપાલકો પણ જોડાયાં હતાં મહા રેલીમાં કોંગ્રેસનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી સહિતનાં આગેવાનો ધારાસભ્યોની સાથે જનતાદળનાં નેતાઓ પણ જોડાયાં હતાં.

(10:22 pm IST)