ગુજરાત
News of Saturday, 1st May 2021

અમદાવાદના કેટલા બેડ ખાલી ? SVP હોસ્પિટલ સહિતની અન્ય મ્યુનિ. હોસ્પિટલમા રિયલ ટાઈમ બેડની સ્થિતિ જાહેર

વેબસાઇટ (https://ahmedabadcity.gov.in/portal/index.jsp) ઉપર બેડની રિયલ ટાઈમ સ્થિતિ જાહેર કરવાનું શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી SVP હોસ્પિટલ સહિત અન્ય મ્યુનિ. હોસ્પિટલોમા રિયલ ટાઈમ બેડની સ્થિતિ જાહેર કરવામાં આવતી નહતી, પરંતુ આજથી AMCની સત્તાવાર વેબસાઇટ (https://ahmedabadcity.gov.in/portal/index.jsp)  ઉપર બેડની રિયલ ટાઈમ સ્થિતિ જાહેર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે દર્દીઓ અને તેમના પરિજનો રિયલ ટાઈમ મ્યુનિ. હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે? તે જાણી શકશે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા આંકડા અનુસાર, SVP હોસ્પિટલમાં 238 આઇસોલેશન બેડ, 9 ઓક્સિજન બેડ, 1 ICU વિથઆઉટ વેન્ટિલેટર બેડ ખાલી દર્શાવ્યા છે. જ્યારે તમામ વેન્ટિલેટર બેડ ભરેલા છે. જ્યારે એલ.જી હોસ્પિટલમાં 125 આઇસોલેશન બેડ ખાલી, તો તમામ ઓક્સિજન બેડ ભરેલા છે.  આજ રીતે વી.એસ. હોસ્પિટલમાં 1 આઇસોલેશન બેડ ખાલી છે. જ્યારે શારદાબહેન હોસ્પિટલમાં 78 આઇસોલેશન બેડ અને 1 ઓક્સિજન બેડ ખાલી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં હજુ સુધી રિયલ ટાઈમ બેડ અંગેની માહિતી જાહેર કરવામાં આવતી નથી. 

(11:26 pm IST)