ગુજરાત
News of Saturday, 1st May 2021

ગોરા રેન્જની ટીમે ખેરના લાકડાનું વહન કરતા 2 શખ્સને 85,000 ના લાકડા સહિત 2,35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા વન વિભાગ હસ્તકનાં ગોરા રેન્જના  વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયાને મળેલ બાતમી ના આધારે લાછરસ ગામે પ્રજા અને સ્ટાફ સાથે રેઇડ કરીને અણીજરાનાં 2 વ્યક્તિઓને 80 નંગ ખેરના લાકડા અને બોલેરો પિકઅપ ગાડી સાથે 2,35,000 ₹ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
કેવડિયા ફોરેસ્ટ ડીવીઝનનાં નાયબ વન સંરક્ષક પ્રતીક પંડયાનાં માર્ગદર્શનમાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયા વન ચોરી અટકાવવા સતત પ્રતિબદ્ધ છે ત્યારે મળેલ બાતમી ના આધારે અણીજરા ગામનાં ભગવાનદાસ શંકર વસાવા અને દશરથ ભગવાન વસાવા ખેરનાં લાકડા ભરીને માંગરોળ ગામેથી સંખેડા મુકામે બોલેરો પિકઅપમાં ભરીને લઈ જતા હતા,જેમાં વન વિભાગની ટીમે લાછરસ ગામેથી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ૮૦ નંગ ખેરનાં લાકડા જેની કિંમત ૮૫,૦૦૦ ₹ અને બોલેરો પિકઅપ જેની કિંમત - ₹.૧.૫૦ લાખ સહિત કુલ ૨,૩૫,૦૦૦ ₹ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
 લાકડા ચોરો એ વન વિભાગની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરીને બોલેરો પિકઅપમાં ઘાસ વચ્ચે ખેરનાં લાકડા છુપાવીને લઈ જતા હતા, આ પ્રકાર ની નવી મોડસ ઓપરેન્ડીનો પણ ગોરા રેન્જે પર્દાફાશ કર્યો હતો

(10:31 pm IST)