ગુજરાત
News of Saturday, 1st May 2021

રાજપીપળા શહેરના બજારો સાંજે 4 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો નિર્ણય આજની મિટિંગમાં યથાવત રખાયો

ગત શનિવારે અધિકારીઓ અને વેપારીઓ વચ્ચેની મિટિંગમાં અઠવાડિયા સુધી સાંજે 4 વાગ્યા બાદ દુકાનો બંધનો નિર્ણય હાલમાં પણ યથાવત રખાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોના પર કાબુ મેળવવા તંત્ર અને વેપારીઓ વચ્ચે વારંવાર મિટિંગો થતી આવી છે જેમાં ગત શનિવારની મિટિંગમાં અઠવાડિયા સુધી સાંજે ચાર વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયા બાદ આજે શનિવારે પ્રાંત કચેરી ખાતે ફરી એક મિટિંગ યોજાઈ હતી જેમાં પ્રાંત અધિકારી કે.ડી. ભગત,ડીવાયએસપી રાજેશ પરમાર,પાલિકાના મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા સાથે વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગત સપ્તાહ ની જેમજ હજુ રાજપીપળાના બજારો સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડીવાયએસપી રાજેશ પરમારે જણાવ્યું હતું

(10:27 pm IST)