ગુજરાત
News of Saturday, 1st May 2021

આમદલા ગામમા જૂની અદાવતે ઝગડો કરી માર મારી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામમા જૂની અદાવતે ઝગડો કરી હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ કેવડીયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ રમણભાઇ લાલજીભાઇ તડવી(રહે આમદલા તા. ગરૂડેશ્વર )ની ફરિયાદ અનુસાર તેઓ ઘરે હતા તે સમયે ગામનો જગદીશ નરસિહભાઈ તડવી જુની અદાવતના કારણે હાથમા લાકડી લઇને આવી ગમે તેમ ગાળો બોલી ઝગડો કરતા ઝધડો કરવા ના પાડતા તે એકદમ ઉશકેરાય જઇ રમણભાઈને લાકડી ના સપાટા મારી ડાબા હાથના ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાશી જઇ જતા કેવડીયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:20 pm IST)