ગુજરાત
News of Saturday, 1st May 2021

રાજપીપળા બાલાપીર દરગાહના કંમ્પાઉન્ડ માં રહેતા શખ્સ ને વનસ્પતિજન્ય સુકા ગાંજા સાથે ઝડપી પાડતી SOG,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહ માર્ગદર્શન મુજબ નાર્કોટીકસ બદીને નાબુદ કરવા સુચના મળતા કે.ડી.જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ બાતમીના આધારે મયુદીન નશરૂદીન મલેક (રહે. રાજપીપળા,હરસિધ્ધી માતાના મંદિર સામે આવેલ બાલાપીર દરગાહના કંમ્પાઉન્ડ )એ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઇરાદે ગેર કાયદેસર વનસ્પતિજન્ય સુકો ગાંજો ૪૧૭ ગ્રામ કી.રૂ.૪,૧૭૦ તથા રોકડા રૂ.૯૦૦ મળી કુલ.રૂ .૫૦૭૦ના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો છે

(10:16 pm IST)