ગુજરાત
News of Saturday, 1st May 2021

સાગબારા પોલીસે બોગસ તબીબ ને રૂ.૩૮,૮૭૮ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહ એ જિલ્લામાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કસ્તા બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપતા રાજેશ પરમાર ના.પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ કે.એલ ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે સુનિલ પોપટ પાટીલ (રહે.સેલંબા તા. સાગબારા )પાસે તબીબી ડીગ્રીને લાયકાતના સર્ટી વગર આર્થીક ફાયદા માટે પોતાની મો.સા ઉપર સુટકેશમાં દાક્તરી સારવારના એલોપેથીક દવાના સાધનો રાખી સાગબારા તથા આજુબાજુમાં આવેલ ગામડાઓમાં ગામે ગામ ફરી બિમાર માણસોની સારવાર કરી પ્રેકટીશ કરે છે અને હાલ કડબા ગામ પાસેથી પોતાની મો.સા.સાથે પસાર થનાર છે.જે બાતમી મુજબ નાકાબંધી કરી તેને પકડી પાડી મેડીકલ ઓફિસર ડો.અનિલ રાઠવા પી.એચ.સી દેવમોગરા ને સ્થળ ઉપર બોલાવી બોગસ તબીબ પાસે ગુજરાત મેડીકલ કાઉન્સીલ અમદાવાદના મેડીકલ પ્રેકટીસ કરવા અંગેનુ સર્ટી તથા બીજા કોઈ એલોપેથીક મેડીકલ પ્રેકટીશના ડીગ્રી કે સર્ટીઓ માંગતા પોતાની પાસે ન હોય તેની પાસેથી એલોપેથીક સામગ્રી અને દાકતરી સેવાના સાધનો કિ.રૂ. ૧૩,૮૭૮.૧૬ તથા મો.સા -૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩૮,૮૭૮. ૧૬ નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો છે.

(10:14 pm IST)